ઇંગ્લેન્ડ સામે કેએલ રાહુલ અને ઋષભ પંતની સેન્ચુરી, નવા ઈતિહાસ રચ્યા

લીડ્સઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમવતીથી કેપ્ટન શુભમન ગિલની વિકેટ ગુમાવ્યા પછી ત્રીજી વિકેટની ભાગીદારીમાં કેએલ રાહુલ અને ઋષભ પંત મજબૂત ઈનિંગ રમ્યા. મિડલ ઓવરમાં બંને બેટરે સાતત્ય જાળવીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્કોરભણી લઈ જવામાં સફળ રહ્યા હતા, જેમાં કેએલ રાહુલે પહેલા સેન્ચુરી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો, જ્યારે કેએલ રાહુલ સિવાય ઋષભ પંતે તો એક જ મેચમાં બે સદી ફટકારીને રેકોર્ડ બ્રેક કર્યો છે.
ટેસ્ટ કારકિર્દીમાં કેએલ રાહુલની નવમી સદી
ભારતીય ટીમના ધુરંધર બેટરે બીજી ઈનિંગમાં આજે સદી ફટકારી. કેએલ રાહુલ માટે ઐતિહાસિક રમત એના માટે કહેવાય છે કે તેને પહેલી વખત લીડ્સ સેન્ચુરી ફટકારી છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયન ટેસ્ટમાં ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામે આ અગાઉ પણ કેએલ રાહુલે સદી ફટકારી હતી. રાહુલે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ સામે ત્રણ અને તમામ ફોર્મેટ મળીને પાંચ સદી ફટકારી છે, જ્યારે ટેસ્ટ કારકિર્દીમાં નવમી સદી છે.
આ પણ વાંચો: કૅચ છોડનાર યશસ્વી, જાડેજાને સચિનની ટકોર, ‘ બુમરાહને નવ વિકેટ ન મળી શકી’
કેએલ રાહુલને માફક આવી છે વિદેશની પીચ
ડોમેસ્ટિક પીચમાં ભારતીય ખેલાડીઓ સદી ફટકારવામાં સફળ રહે છે, પરંતુ કેએલ રાહુલ વિદેશની ધરતી પર આક્રમક ઈનિંગ રમવામાં સફળ રહે છે. કેએલ રાહુલે નવે નવ સેન્ચુરીમાંથી આ સદી વિદેશમાં ફટકારી છે, જેમાં ત્રણ ઇંગ્લેન્ડ, બે દક્ષિણ આફ્રિકા, એક શ્રી લંકા, એક વેસ્ટ ઈન્ડિઝ અને એક ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. એશિયામાં કોઈ પણ બેટરની પરીક્ષા સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં થાય છે, જ્યારે સેનામાં કેએલ રાહુલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, સેનાના દેશમાં રાહુલે પાંચ સદી ફટકારી છે. ભારતીય ટીમમાં કેએલ રાહુલ સિવાય સુનીલ ગ્વાસકરે ફટકારી છે.
આ પણ વાંચો: ઇંગ્લૅન્ડના ફાઇટ-બૅક સાથે હિસાબ બરાબરીમાં, હવે બીજો દાવ પરિણામ લાવી શકે
એક જ ટેસ્ટમાં બે સદીનો પંતનો રેકોર્ડ
લીડસમાં ભારતીય ટીમવતીથી બબ્બે સદી કરનારા ઋષભ પંતે પહેલી ટેસ્ટમાં રેકોર્ડ બ્રેક ઈનિંગ રમ્યો છે. સેના ટેસ્ટ મેચમાં બંને ઈનિંગમાં સેન્ચુરી ફટકારનારો એશિયાનો પહેલો વિકેટકીપર બન્યો છે. પંતની મજબૂત ઈનિંગને કારણે ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં પંતની આઠમી સદી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પંતે પણ છ સદી વિદેશની ધરતી પર બનાવી છે. ઈંગ્લેન્ડ સામે પાંચમી વખત સદી કરી છે. પંતના વ્યક્તિગત રેકોર્ડની વાત કરીએ તો એક જ ટેસ્ટમાં બે સદી ફટકારનારો બીજા નંબરનો વિકેટકીપર બન્યો છે. આ અગાઉ એન્ડી ફ્લાવરે 2001માં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ફટકાર્યા હતા. પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમની પાંચ (પંતની બે સદી) સેન્ચુરીને જોવાનો એક લહાવો છે.