
કડી, વિસાવદરઃ આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat)ની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. વિસાવદરમાં સવારે 10 વાગ્યાથી ગોપાલ ઈટાલીયા આગળ હતા જ્યારે 10 વાગ્યા બાદ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આગળ ચાલી રહ્યાં છે. વિસાવદરમાં 14 રાઉન્ડની મતગણતરીમાં ભાજપને 37,417 મત, કોંગ્રેસને 4017 મત અને આમ આદમી પાર્ટીને 47,095 મત મળ્યાં છે. જેથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા 10,634 મત આપ આગળ ચાલી રહ્યાં છે.
કડીમાં 27,000 મતથી આગળ રાજેન્દ્ર ચાવડાની જીત નક્કી!
કડીમાં ભાજપની જીત નિશ્ચિત લાગી રહી છે, કારણ કે, ભાજપના ઉમેદવારને 56,000થી વધુ મત મળ્યા છે. જેથી 27,000 મતથી આગળ રાજેન્દ્ર ચાવડાની જીત નક્કી મનાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ ભાજપની લીડ જોતા આમ આદમી પાર્ટીને ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે. કડીમાં નીતિન પટેલ અને જગદીશ વિશ્વકર્માની મહેનત રંગ લાવી છે.
વિસાવદરમાં આમ આદમી પાર્ટીની મહેનત રંગ લાવશે!
કઈ પાર્ટીના ઉમેદવારની જીત થયા છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જવાનું છે. આ બે બેઠકો ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, ચોથા રાઉન્ડ સુધીની મતગણતરીમાં આમ આદમી પાર્ટીને માત્ર 540 મત મળ્યાં હતા. જ્યારે ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને 16,587 મતો મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 9,776 મતો મળ્યા હતા. જો કે, 13માં રાઉન્ડ બાદ કડીમાં ભાજપની જીત પાક્કી મનાઈ રહી છે. સામે વિસાવદરમાં આપ આદમી પાર્ટીની મહેનત રંગ લાવી શકે છે. કારણ કે, ગોપાલ ઇટાલીયા 14 રાઉન્ડના અંતે 10,634 મત સાથે લીડમાં છે.