મનોરંજન

જાહ્નવી સાથે બહેન ખુશી અને બોયફ્રેન્ડ તો વેકેશનમાં સાથે હોય જ, જુઓ વાયરલ વીડિયો!

બોલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં ‘લાઇટ કેમેરા એક્શન’થી દૂર છે. તે લંડનમાં તેની બહેન ખુશી કપૂર સાથે વેકેશનની મોજ માણી રહી છે, પરંતુ તેની સાથે કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ હતો. વાઈરલ વીડિયોમાં જાહ્નવી અને શિખર લંડનના રસ્તાઓ પર હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા હતા. હવે તેમનો વધુ એક ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બંને એક રેસ્ટોરામાં જોવા મળ્યા હતા, જ્યારે તેના પર ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી હતી.

અહેવાલો અનુસાર જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ તેમણે જાહેરમાં તેની પુષ્ટિ કરી નથી. હવે તે બંને લંડનમાં ગુપ્ત રીતે સમય વિતાવી રહ્યા છે. તેમના ઘણા ફોટા અને વીડિયો ત્યાંથી સામે આવ્યા છે.

એક વીડિયોમાં જાહ્નવી અને શિખર એક રેસ્ટોરામાં જમતા જોઈ શકાય છે, જ્યારે જાહ્નવી શિખરની થાળીમાંથી ખાવાનું શરૂ કરે છે, ત્યારે તે તેની સામે જુએ છે. પરંતુ જાહ્નવી તેને જોઈને સ્મિત કરે છે. આ વીડિયો લોકોને સ્પર્શી ગયો છે. આ વેકેશનમાં જાહ્નવી અને શિખર એકલા નથી. ખુશી પણ તેમની સાથે છે. જેના ઘણા ફોટા સામે આવ્યા છે. બંને બહેનો સાથે સમય વિતાવી રહી છે અને સુંદર સ્થળોએ ઘણા ફોટા પણ ક્લિક કરાવી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, 28 વર્ષીય જાહ્નવી ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં જોવા મળશે. તે ‘પરમ સુંદરી’માં પણ કામ કરી રહી છે. તે તેલુગુ ફિલ્મ ”પેડી”માં પણ છે. ખુશી છેલ્લે સૈફ-અમૃતાના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે ‘નાદાનિયાં’માં જોવા મળી હતી. શિખર અક્ષય કુમાર સાથે ‘સ્કાય ફોર્સ’માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો…કેન્સર સામે ઝઝૂમી રહેલી દીપિકા કક્કરે શેર કરી ભાવનાત્મક પોસ્ટ, પતિ માટે લૂંટાવ્યો પ્રેમ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button