મનોરંજન

શું સિતારે જમીન પર અક્ષય કુમારની હાઉસફુલ 2નો રેકોર્ડ તોડશે? બીજા દિવસે કરી બંપર કમાણી…

મુંબઈઃ બોલિવુડ અભિનેતા આમિર ખાનની સિતારે જમીન પર ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધો છે. આમિર ખાનની ફિલ્મે જે કરી બતાવ્યું છે તેની આમિરને આશા પણ નહીં હોય! બે ફ્લોપ ફિલ્મો આપ્યા પછી, આમિર ખાન લાંબા સમય પછી રૂપેરી પડદે દેખાયો છે. સિતારા જમીન પર શનિવારે બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે અને શરૂઆતના દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે. આ સાથે તેણે અજય દેવગનની રેડ 2 ને માત આપી દીધી છે. પરંતુ શું તે હાઉસફુલ 5નો રેકોર્ડ તોડી શકશે?

રિલીઝના પહેલા જ દિવસે 15 ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યા
આમિર ખાન અને જેનેલિયા ડિસોઝાની ફિલ્મ સિતારે જમીન પર એ રિલીઝના પહેલા જ દિવસે 15 ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યા હતો. આ બધી ફિલ્મો વર્ષ 2025 માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રેડ 2 એ રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર 12 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો, જ્યારે સિતારે જમીન પર એ બીજા દિવસે એટલે કે શનિવારે 21.7 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે. હજી પણ કમાણીના આંકડામાં વધારો થવાનો છે.

આમિરની ફિલ્મે શનિવારે 21.7 કરોડ રૂપિયા છાપી દીધા
રિપોર્ટ્સના આંકડા પ્રમાણે સિતારે જમીન પર ફિલ્મે પહેલા દિવસે 11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે એટલે કે, શનિવારે 21.7 કરોડ રૂપિયા છાપી દીધા છે. આ સાથે સ સિતારે જમીન પર ફિલ્મે કુલ 32.4 રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. આજે રવિવારે આ ફિલ્મને કેટલા રૂપિયા મળશે તે આંકડા આવ્યાં છે. આમિરની છેલ્લી બે ફિલ્મોની કમાણી ખૂબ જ નિરાશાજનક રહી હતી. પરંતુ આ ફિલ્મમાં સારી કમાણી થઈ શકે છે.

‘હાઉસફુલ 5’એ બીજા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’એ બીજા દિવસે 21.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘હાઉસફુલ 5’એ રિલીઝના બીજા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આંકડા પ્રમાણે ‘હાઉસફુલ 5’ને પાછળ છોડવી મુશ્કેલ છે, પરંતુ જો રવિવાર પછી કમાણી આ રીતે વધતી રહી તો ‘સિતારે જમીન પર’ અક્ષય કુમારની ફિલ્મને પાછળ છોડી દેશે. કારણ કે, ત્રણ દિવસ પછી ‘હાઉસફુલ 5’ના કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. સિતારે જમીન પરની ત્રીજા દિવસ પછી તેની કમાણીનો અંદાજ લગાવી શકાશે.

આપણ વાંચો : બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સિતારા જમીન પર રહ્યા! જાણો કેટલી કરી કમાણી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button