રિમઝીમ ગિરે સાવન…અસલ વરસાદમાં થયું હતું આ ગીતનું શુટિંગ, અભિનેત્રીના થયા હતા બૂરા હાલ

મુંબઈ: બોલિવૂડમાં અનેક વર્ષોથી વરસાદ પર આધારિત ફિલ્મી ગીતો બનતા આવ્યા છે. વરસાદના ગીતોનું શુટિંગ કરવા માટે કુત્રિમ રીતે વરસાદ પાડવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એવા ફિલ્મી ગીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું શુટિંગ કુદરતી વરસાદમાં કરવામાં આવ્યું હતું. 1979માં આવેલી ‘મંઝીલ’ ફિલ્મના એક ગીતનું શુટિંગ વરસતા વરસાદમાં થયું હતું.
ચોમાસાની યાદ અપાવતું ગીત
એન્ગ્રીયંગમેન અમિતાભ બચ્ચન અને સુંદર અભિનેત્રી મૌસમી ચેટર્જીને લઇને ડિરેક્ટર બાસુ ચેટર્જીએ મંઝીલ’ ફિલ્મ બનાવી હતી. જેનું ‘રિમઝીમ ગિરે સાવન’ ગીત ચોમાસું આવતા સૌના હોઠે આવી જાય છે. આ ગીતનું શુટિંગ અસલ વરસતા વરસાદમાં કરવામાં આવ્યું હતું. શુટિંગ દરમિયાન કેવી અડચણો આવી હતી? એના વિશે અભિનેત્રી મૌસમી ચેટર્જીએ કપિલ શર્માના શોમાં વાત કરી હતી.
આપણ વાંચો: આ સુપર સ્ટારે જે બંગલામાં કર્યું પહેલા ફિલ્મનું શુટિંગ, આજે એ જ બંગલામાં…
વરસાદી શુટિંગના અભિનેત્રીના અનુભવો
પોતાના શોમાં આવેલ મૌસમી ચેટર્જીને કપિલ શર્માએ પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘રિમઝીમ ગિરે સાવન’ ગીતમાં ખરેખર વરસાદ વરસી રહ્યો હતો કે તમે નકલી વરસાદમાં પલળી રહ્યા હતા? આ પ્રશ્નના જવાબમાં મૌસમી ચેટર્જીએ કહ્યું હતું કે, “મુંબઈમાં એ સમયે ભારે વરસાદ વરસી રહ્યો છે. તેથી શુટિંગમાં ઘણી અડચણો આવી હતી.

આજની જેમ એ સમયે વોટરપ્રુફ મેકઅપ ન હતા. વરસાદમાં શુટિંગ દરમિયાન વારંવાર મારી આંખોનું કાજળ ફેલાઈ જતું હતું. મારી આવી પરિસ્થિતિ જોઈને અમિતાભ બચ્ચન હસતા હતા. દરેક સીનમાં મારો વારંવાર મેકઅપ કરવામાં આવતો હતો.”
અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, “મુંબઈના અસલ વરસાદમાં કરેલુ આ શુટિંગ મને આજે પણ યાદ છે. શુટિંગ પૂરૂ થયા બાદ મને ખબર પડી કે સાડીનો લીલો રંગ મારા શરીર પર લાગી ગયો છે. વરસાદમાં પલળવાને કારણે આ રંગ સાડીનો લીલો રંગ શરીર પર લાગી ગયો હતો.”