નેશનલ

બેંક લોકરનો ઉપયોગ કરો છો? જો આ કામ નહીં કર્યું તો સીલ થઈ જશે બેંક એકાઉન્ટ, RBI નો આ નિયમ જાણી લો…

આપણામાંથી મોટાભાગના લોકો બેંક લોકરનો ઉપયોગ કરતા જ હશે, હેં ને? તો આ સમાચાર તમારા માટે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક લોકર સુવિધાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે કડક પગલાં લીધા છે. જો તમે હજી સુધી બેંક લોકર માટે અપડેટેડ રેન્ટલ એગ્રીમેન્ટ સાઈન નથી કર્યા તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારું બેંક એકાઉન્ટ સીલ થઈ શકે છે કે તમે આ સર્વિસથી વંચિત રહેશો. આરબીઆઈ દ્વારા તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યા છે કે તમામ લોકર હોલ્ડર્સે નવા એગ્રીમેન્ટ પર સાઈન કરવાનું આવશ્યક છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઓગસ્ટ, 2021માં બેંકોને આદેશ આપ્યો હતો કે તેઓ તમામ બેંક લોકર હોલ્ડર્સ સાથે નવા રેન્ટલ એગ્રીમેન્ટ સાઈન કરે. આરબીઆઈ દ્વારા આ આદેશ ગ્રાહકોની ફરિયાદ ટેક્નિકલ ફેરફાર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યું છે, જેથી આવનારા સમયમાં લોકરની સુવિધાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવી શકાય.

તમામ લોકલ હોલ્ડર્સે પોતાની બેંક સાથે એક નવું એગ્રીમેન્ટ સાઈન કરવું પડશે અને જૂના એગ્રીમેન્ટ માન્ય નહીં રહે. નવા એગ્રીમેન્ટ વિના લોકર હોલ્ડર્સ પોતાના એકાઉન્ટ નહીં ઓપરેટ કરી શકે. જો યુઝર્સ નક્કી કરેલાં સમય સુધી યુઝર્સ નવું એગ્રીમેન્ટ સાઈન નહીં કરે તો તમારા બેંક એકાઉન્ટ સીલ પણ થશે. જો આવું થશે તો યુઝર્સને પોતાના લોકરમાં રહેલી વસ્તુઓ કઢાવવા મૂકવા માટે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે.

બેંકો આરબીઆઈ પાસે આ માટેની ડેડલાઈન લંબાવીને ડિસેમ્બર, 2025 કરવાની માગણી કરવામાં આવી રહી છે. બેંકોનું એવું કહેવું છે કે ઓછામાં ઓછું વધુ ચાર મહિનાનો વધારાનો સમય આપવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં બેંકોને પહેલી જાન્યુઆરી, 2023 સુધી નવા એગ્રીમેન્ટ સાઈન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં આ ડેડલાઈનને બે વખત વધારવામાં આવી હતી. બે વખત ડેડલાઈન લંબાવવામાં આવી હોવા છતાં પણ હજી સુધી 10થી 20 ટકા લોકોએ નવા એગ્રીમેન્ટ સાઈન નથી કર્યા, જેને કારણે બેંકો દ્વારા સખત પગલાં લેવાની યોજના બનાવવામાં આવી રહી છે.

જો તમે પણ નવા રેન્ટલ એગ્રીમેન્ટ પર સાઈન નથી કર્યું તો સૌથી પહેલાં તમારી બેંક જઈને એગ્રીમેન્ટ પર સાઈન કરો. જે લોકોને એ ખ્યાલ નથી કે તેમણે નવા રેન્ટલ એગ્રીમેન્ટ પર સાઈન કર્યું છે કે નહીં એ જાણવા માટે પોતાની બેંકની શાખામાં જઈને માહિતી મેળવી શકે છે. બેંકની વેબસાઈટ કે મોબાઈલ એપ પર જણ એની જાણકારી લઈ શકો છો.

નવા એગ્રીમેન્ટ માટે કેવાયસી ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર, પેન, પાસપોર્ટ અને લોકર સંબંધિત જૂના દસ્તાવેજો સાથે રાખવા જોઈએ. જો તમે નોમિનેશન નથી કર્યું તો આ સમયે નોમિનીનું નામ પણ એડ કરાવી દો.

આપણ વાંચો : જૂનમાં મહિનામાં આટલા દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBIએ આપી માહિતી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button