ઇન્ટરનેશનલ

ચીનના રહસ્યમય કાર્ગો પ્લેન ઈરાનમાં, હથિયારો હોવાની આશંકા!

તહેરાનઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ચીને જાણે પાછલા બારણેથી એન્ટ્રી કરી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં ચીનના ત્રણ કાર્ગો પ્લેન ઈરાનમાં પહોંચ્યા છે. ઉત્તર કોરિયા પછી ચીનની બંધ બારણે થયેલી એન્ટ્રીને કારણે દુનિયાની મહાસત્તાઓ હચમચી ગઈ છે. આ વિમાનોનો રુટ શાંધાઈથી લક્ઝમબર્ગ હતો, પરંતુ મિડ એર ઈન એરક્રાફ્ટે પોતાના ટ્રાન્સપોન્ડર અને સેન્સર સ્વિચ ઓફ કરી હતી અને ઈરાનની એર સ્પેસમાં પહોંચી હતી, જ્યારે યુદ્ધના કારણે ઈરાનની એર સ્પેસ બંધ હતી.

અમેરિકા ઝંપલાવે તો ચીન-રશિયાનું ઈરાનને સમર્થન
આ એરક્રાફ્ટમાં શું હતું એનો અત્યાર સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે ચીને ઈરાનને કોઈ હથિયાર અથવા એર ડિફેન્સ સપ્લાય પહોંચાડી છે. ઈઝરાયલની સામે યુદ્ધમાં ચીન, રશિયા પછી ઉત્તર કોરિયા પણ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકન રાષ્ટ્રપતિને ઈઝરાયલ-ઈરાનના યુદ્ધમાં નહીં કૂદવાની ચેતવણી આપી હતી. પુતિને કહ્યું હતું કે જો અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો રશિયા અને ચીન પણ ડાયરેક્ટ ઈરાનને સમર્થન આપશે.

રુટમાં પ્લેન ગાયબ પણ થયું હતું
ફાઈટરડાર24ના અહેવાલ અનુસાર 14 જૂન 2025થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ બોઈંગ 747 વિમાન ચીનના ઉત્તરી ભાગમાંથી ઉડાન ભરીને ઈરાનમાં આવ્યા છે. આ વિમાનનો રુટ તો સામાન્ય રીતે લક્ઝમબર્ગ હતો, પરંતુ ક્યારેય યુરોપિયન હવાઈ ક્ષેત્રમાં દાખલ થયા નહોતા.

હથિયારો અથવા સુરક્ષા સંબંધિત કામગીરી
આ વિમાન કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને પાર કર્યા હતા. જોકે, આ વિમાન ઈરાનની સરહદ નજીક પહોંચતા રડારમાંથી ગાયબ થયા હતા. તમામ વિમાનના ટ્રાન્સપોન્ડર ગાયબ કરી ચૂક્યા હતા, જે સામાન્ય રીતે સૈન્ય અથવા ગુપ્તચર વિભાગની ઉડાનનો સંકેત હોય છે. વિમાનમાં હથિયારો અથવા સુરક્ષા સંબંધિત સામગ્રી હોઈ શકે છે.

2021માં 25 વર્ષના વ્યૂહાત્મક કરાર
ચીન અને ઈરાનની સાથે 2021માં 25 વર્ષના વ્યૂહાત્મક સમજૂતી કરવામાં આવી હતી. આ વખતે ઈરાનને ચીન પાસેથી 400 અબજ ડોલરનું રોકાણ કરવાનું નક્કી હતું. તેના બદલમાં ચીનને ડિસ્કાઉન્ટ પર તેલ અને ગેસ સપ્લાય મળવાની વાત હતી. એના સિવાય બંને દેશોએ સૈન્ય ટેક્નોલોજી સાથે અન્ય મહત્ત્વના સમજૂતી-કરાર કર્યાં હતા.

આપણ વાંચો : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: ચાબહાર પોર્ટ અને ભારતનું રોકાણ ખતરામાં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button