
મહેસાણા, જુનાગઢઃ કડી અને વિસાવદરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી હતી. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરવાના છે જ્યારે કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપવાના છે. કડી અને વિસાવદર બેઠક પર કુલ 5.50 લાખથી પણ વધારે મતદારો છે. જે ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. આ બેઠક પર અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.
દરેક બુથો પર વેબકાસ્ટિંગ દ્વારા સતત મોનીટરીંગ થઈ રહ્યું છે
ચૂંટણીપંચ વિસાવદર બેઠક પર 293 બુથો પર વેબકાસ્ટિંગ દ્વારા સતત મોનીટરીંગ કરી રહ્યું છે. અત્યારે સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. જૂનાગઢ કલેકટરે વેબકાસ્ટીંગ કંટ્રોલ રૂમની મુલાકાત કરીને સમીક્ષા પણ કરી હતી. વિસાવદરમાં મતદાન કરવા માટે આવેલા લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સામે કડી બેઠક પર પણ લોકો ખૂશીથી મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યાં છે. મતદાન કર્યાં બાદ લોકો ઉત્સાહ સાથે બહાર આવતા જોવા મળ્યાં હતા. કડીમાં મતદારોમાં એટલો ઉત્સાહ છે કે, દિવ્યાંગ વ્યક્તિઓ પણ મતદાન કરવા માટે આવી રહ્યાં છે. દરેક વ્યક્તિ એત્યારે પોતાની ફરજ નીભાવવા માટે મતદાન મથકે પહોંચી રહ્યાં છે.
કોના પર કડી અને વિસાવદરના લોકો મહેરબાન થશે?
કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો MLA કરશન સોલંકીનાં નિધન બાદ બેઠક ખાલી પડી છે. ભાજપ તરફથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે જંગ ખેલાશે. આ ઉપરાંત અપક્ષ અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ જંગમાં ઉતરી છે. જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ જામ્યો છે.
આપણ વાંચો: ગુજરાતમાં મેઘ મહેર, સિઝનની શરૂઆતમાં સરદાર સરોવરની સપાટી 120 મીટરે પહોંચી
બંગાળમાં 30.64 ટકા અને કેરળમાં 30.15 ટકા મતદાન
ગુજરાત સાથે અન્ય ત્રણ રાજ્યમાં પણ પેટા ચૂંટણીમાં આજે મતદાન ચાલી રહ્યું છે. આ બેઠકો પર થયેલા મતદાનની વાત કરવામાં આવે તો, કેરળની નિલંબુર બેઠક પર 30.15 ટકા, પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર 21.15 ટકા અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર 30.64 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે સવારે 9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર 10.38 ટકા અને કેરળની નિલંબુર વિધાનસભા બેઠક પર 13.15 ટકા મતદાન નોંધાયું હતું