લાડકી

ફોકસ પ્લસઃ ચપ્પલની પસંદગી મોસમ અનુસાર

  • પ્રતિમા અરોરા

ગરમીમાં જો કોઈપણ હેરાન થતું હોય તો ચપ્પલમાંથી આવી રહેલી બદબૂથી. આવા સમયે જ્યારે ચપ્પલ ખરીદવા જઈએ ત્યારે કયા ચપ્પલ કંઈ ઋતુમાં પહેરી શકાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઈનફેકટ આનાથી ઉંધું આપણે જ્યારે ચપ્પલ ખરીદવા જઈએ ત્યારે કયા ચપ્પલ વધારે ફેશનેબલ લાગે છે તે વિચારીયે છીએ. તમે વિચારતા હશો કે ચપ્પલ પણ ઋતુ પ્રમાણે પહેરવાના હોય? જો ઋતુ પ્રમાણે ન પહેરવામાં આવે તો, પગમાં ઘણા પ્રોબ્લેમ થઈ શકે જેમકે, પગમાં બેકટેરિયા થઈ શકે છે જેના કારણે પગમાંથી વાસ આવી શકે છે અને પગની સુંદરતા સાથે નખ પણ ખરાબ કરે છે.

ઋતુ પ્રમાણે ચપ્પલ ખરીદતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખવું-
-ઊંચી એડીવાળા ચપ્પલ ન પહેરવા
-ચપ્પલ બહુ ટાઈટ ન ખરીદવા, તેમાં હવા જવાની જગ્યા હોવી જોઈએ.
-ખુલ્લા પંજાવાળા ચપ્પલ પહેરવા કે જેમાં ગાદી હોય કે જે પહેર્યાં પછી આરામદાયક લાગે.
-કોઈ પણ ચપ્પલ માત્ર ફેન્સી જોઈ સિલેકટ ન કરવા પરંતુ દુકાનમાં જ પહેરીને થોડું ચાલી જોવું જેથી કેટલા કમફર્ટેબલ છે તે ખ્યાલ આવે.
-જો કોઈપણ ચપ્પલ કયાંયથી એ ચૂભતા હોય તો ન લેવા.
-જો ફાવતા હોય તો સેંડલ જ ખરીદવા.
-2 કે 3 ચપ્પલ હોવા જ જોઈએ જેથી કરી જો એક જ ચપ્પલ હોય તો તે ઘસાઈ ન જાય.

ઘણી વખત સામાન્ય વ્યક્તિ ચપ્પલ ખરીદતા પહેલા ચપ્પલ દેખાવમાં કેવા લાગે છે તે જોશે. ત્યારબાદ ચપ્પલમાં પગ નાખીને જોશે કે ફાવે છે કે નહીં. ચપ્પલ પહેર્યા પછી સૌથી પહેલા વિચારવા જેવી વાત એ છે કે, ચપ્પલ તમારે કેટલા કલાક પહેરવાના છે?

ચપ્પલમાં આંગળીઓ સીધી રહે છે કે નહીં તે જોવું. પગ કોઈ જગ્યાએથી દબાતો નથી તે જોવાનું. પગ એ શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે. ખોટા ચપ્પલ પહેરી પગની અવગણના ન કરવી.

આપણ વાંચો:  ફેશનઃ ઓલ ટાઈમ ફેવરિટ ડેનિમ સ્કર્ટ્સ

ચપ્પલ ખરીદતી વખતે ચપ્પલનો શેપ આગળથી કેવો છે તે ચકાસી જોવો. જેમકે,
-જો તમારા પગનો પંજો પહોળો હોય તો આગળથી નેરો હોય તેવા ચપ્પલ ન ખરીદવા.
-જો તમને ફલેટ ચપ્પલ ન ફાવતા હોય તો, હિલ્સવાળા ચપ્પલ પહેરવા.
-પાતળી હિલ્સવાળા ચપ્પલ ન પહેરવા. પાતળી હિલ્સમાં બેલેન્સ નહીં રહે તો પગ મચકોડાઈ જશે.
-ખાસ કરીને પ્લેટફોર્મ હિલ્સ પહેરવી.
-જો તમે બંધ શૂઝ પહેરવાના હોવ તો ખાસ કરીને મોજાં પહેરવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button