લાડકી

ફેશનઃ ઓલ ટાઈમ ફેવરિટ ડેનિમ સ્કર્ટ્સ

  • ખુશ્બુ મુલાણી ઠક્કર

ડેનિમ સ્કર્ટ્સ એટલે જે ડેનિમ ફેબ્રિકમાંથી બને. ડેનિમ એ એક જાડું કોટન ફેબ્રિક છે જે મોટે ભાગે બ્લુ કલરમાં લાઈટ ડાર્ક શેડમાં હોય છે. ડેનિમ ફેબ્રિકમાંથી જીન્સ તો બને જ છે પરંતુ ડેનિમ ફેબ્રિકમાંથી સ્કર્ટ્સ પણ બને છે. ડેનિમ સ્કર્ટ એ એક ક્લાસ વેર છે જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતા નથી.

ડેનિમ સ્કર્ટ્સ એક રેગ્યુલર પેટર્નમાં આવે છે. ડેનિમ સ્કર્ટ્સમાં લેન્થ વેરિએશન વધારે જોવા મળે છે. તમે તમારી હાઈટ અને બોડી ટાઈપ મુજબ સ્કર્ટની લેન્થનું સિલેક્શન કરી શકો. ચાલો જાણીયે ડેનિમ સ્કર્ટ કોણ પહેરી શકે અને ડેનિમ સ્કર્ટ સાથે કઈ રીતે મિક્સ એન્ડ મેચ કરી શકાય.

શોર્ટ ડેનિમ સ્કર્ટ-શોર્ટ ડેનિમ સ્કર્ટ એટલે જે સ્કર્ટની લેન્થ ગોઠણ સુધી હોય અથવા ગોઠણથી ઉપર હોય તેને શોર્ટ સ્કર્ટ કહેવાય. ડેનિમના સ્કર્ટમાં કમરમાં બટન હોય છે જેથી તમારી કમરના હિસાબે જ સ્કર્ટની પસંદગી કરવી. ડેનિમ સ્કર્ટ હંમેશાં ટાઈટ ફિટિંગમાં હોય છે અથવા એ લાઈન સ્ટાઈલમાં હોય છે.

જે સ્કર્ટ એ લાઈન સ્ટાઈલમાં હોય તેમાં તો ચાલવામાં વાંધો નથી આવતો પરંતુ જે સ્કર્ટ ટાઈટ ફિટિંગવાળા હોય છે તેમાં સાઈડ પર, ફ્રન્ટમાં કે પછી બેકમાં સ્લીટ આપવામાં આવે છે તેથી તે ચાલવામાં કમ્ફર્ટેબલ લાગે.

જેમનું શરીર સુડોળ હોય તેમને આ શોર્ટ લેન્થવાળા સ્કર્ટ ખૂબ જ સુંદર લાગે છે. ડેનિમ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ, હોલ્ટર ટોપ, કે શર્ટ પણ પહેરી શકાય. સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે, ડેનિમના બ્લુ કલર સાથે તમે કોઈ પણ કલર મિક્સ એન્ડ મેચ કરી શકો.

થ્રી ફોર્થ ડેનિમ સ્કર્ટ-થ્રી ફોર્થ ડેનિમ સ્કર્ટ એટલે જે સ્કર્ટની લેન્થ કાફ સુધી હોય. ડેનિમ સ્કર્ટ હંમેશાં એક બેઝિક પેટર્નમાં જ હોય છે. માત્ર તેમાં સ્લીટ, પોકેટ અને બટનના પ્લેસમેન્ટનું વેરિએશન આવે છે.

થ્રી ફોર્થ સ્કર્ટમાં ફ્રન્ટમાં, બેકમાં કે પછી સાઈડમાં સ્લીટ હોય છે. જો તમે કેઝ્યુઅલ આઉટિંગ માટે થ્રી ફોર્થ ડેનિમ સ્કર્ટ પહેરવા માંગતા હોવ તો ફ્રન્ટ સ્લીટવાળું સ્કર્ટ પહેરી શકાય અને તેની સાથે વાઈટ શર્ટ એક પરફેક્ટ કોમ્બિનેશન બની શકે.
ડેનિમ સ્કર્ટ સિલેક્ટ કરતી વખતે ડેનિમના કલરનું ખાસ ધ્યાન રાખવું એટલેકે, જો તમારું શરીર સુડોળ હોય તો લાઈટકલરનો બ્લુ શેડ પસંદ કરી શકો અને જો તમારું શરીર ભરેલું હોય તો તમારે ખાસ કરીને ડાર્ક બ્લુ કલરનું ડેનિમ સ્કર્ટ પસંદ કરવું જેને લીધે તમારી બોડી લાઈન થોડી ટ્રિમ લાગે.

ડાર્ક બ્લુ ડેનિમ સ્કર્ટ સાથે બ્લેક, ઓરેંજ, પેરેટ ગ્રીન, વાઈટ, બેજ વગેરે કલરના ટોપ્સ પહેરી શકાય. ડીપેન્ડિંગ કે તમારે ક્યાં જવાનું છે. થ્રી ફોર્થ ડેનિમ સ્કર્ટ મિડલ એજ મહિલાઓ પર ખૂબ જ શોભે છે. આ સ્કર્ટ તમને એક ઓફિસ લુક પણ આપી શકે સાથે સાથે એક કેઝ્યુઅલ લુક પણ આપી શકે.

ફૂલ લેન્થ ડેનિમ સ્કર્ટ- ફૂલ લેન્થ ડેનિમ સ્કર્ટ એટલે કે જે સ્કર્ટની લેન્થ એન્કલ સુધી હોય. આમ પણ એ લાઈન અને સ્ટ્રેટ ફિટ એમ બન્ને ફિટિંગવાળા સ્કર્ટ આવે છે. તમારી બોડી ટાઈપ મુજબ તમે સ્કર્ટની સ્ટાઇલ પસંદ કરી શકો. સુડોળ શરીરવાળી યુવતીઓને તો આ સ્ટાઇલ સારી લાગશે જ પરંતુ જેમનું શરીર ભરેલું છે તેમને પણ આ સ્ટાઇલનું સ્કર્ટ સારું લાગશે.

લોન્ગ સ્કર્ટમાં કે જેમાં પેટર્ન દેખાય તેમાં તમે બટનવાળા સ્કર્ટ સિલેક્ટ કરી શકાય. બટન મોટા ભાગે મેટલના જ હોય છે અને તે પણ સિલ્વર કલરના જેથી કોઈપણ કલરના ડેનિમના શેડ સાથે સારા જ લાગે. થ્રી ફોર્થ અને લોન્ગ સ્કર્ટ સાથે તમે ટોપ્સ ઈન્ટક કરી પહેરી શકો. અને કમર પર કોઈ ફેન્સી બેલ્ટ પહેરી શકો. ડેનિમના જે એ લાઈન સ્કર્ટ હોય તેની સાથે તમે કોઈ ફેન્સી ટોપ્સ પણ પહેરી શકો.

આપણ વાંચો:  ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : અનુભવ થકી સમજાય છે આ જિંદગી…

ધ્યાનમાં રાખવા જેવી બાબતો
-ડેનિમના સ્કર્ટની હેમલાઇન રફ સિલેક્ટ કરવી જેને લીધે થોડો ફેન્સી લુક આવશે.
-ડેનિમ સ્કર્ટ સાથે સ્પોર્ટ્સ શૂઝ, હાઈ હિલ્સ કે પછી લોફર્સ પહેરી શકાય.
-ડેનિમ સ્કર્ટ કોઈ પણ ઉંમરની મહિલા કે યુવતી પહેરી શકે.
-ડેનિમ સ્કર્ટ એક કેઝ્યુઅલ અને ફોર્મલ એમ બન્ને લુક આપી શકે.
-એક મહિલાના વોર્ડરોબમાં એક ડેનિમ સ્કર્ટ તો હોવું જ જોઈએ.
-ડેનિમ સ્કર્ટમાં તમે સ્ટોન વોશ સ્ટાઇલ પણ પહેરી શકો.
-ડેનિમ સ્કર્ટ પહેર્યા પછી એક સ્માર્ટ લુક તો આવે જ છે પરંતુ કોઈનું જોઈને ફેશનનું આંધળું અનુકરણ કરવું નહિ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button