અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદમાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, સવારે પણ વરસાદી વાદળો જોવા મળ્યાં…

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રને મેઘરાજાએ સૌથી વધારે ધમરોળ્યું છે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હતું. એટલું જ નહીં પરંતુ આજે પણ વહેલી સવારથી મેઘ મંડાણ જોવા મળ્યાં છે. આજે પણ સારો એવો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં થયો વરસાદ
આજે થયેલા વરસાદની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરના નિકોલ, ઓઢવ, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઇન્કમટેક્સ, પાંજરાપોળ, શાહપુર, ઘાટલોડીયા, નારણપુરા, રાણીપ, બોપલ ઘુમા સહિત તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. થોડા કલાકના વિરામ બાદ વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. ગુજરાતમાં પણ સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. 33 જિલ્લાના દરેક તાલુકામાં સારો એવો વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદના કારણે અનેક ડેમ પણ ઓવરફ્લો થયા
ખાસ કરીને વાત કરવામાં આવે તો, શરૂઆતી વરસાદના કારણે સૌરાષ્ટ્ર ખૂબ જ પ્રભાવિત થયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક ડેમ પણ ઓવરફ્લો થયા છે. નદીઓ પણ બન્ને કાઠે વહી રહી છે. ગુજરાતમાં વરસાદના કારણે 11 ડેમો હાઈ એલર્ટ પર છે. એટલું જ નહીં પરંતુ અત્યારે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેથી માછીમારોને દરિયા ના ખેડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button