ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, શ્રમિકો દટાયા

ગાંધીનગરઃ ગાંધીનગર (Gandhinagar)માં કોબા સર્કલ (Koba Circle) પાસે કમલમ્ નજીક બની રહેલી એક બિલ્ડિંગની દિવાલ ધરાશાયી (Building wall collapse) થઈ હોવાની અહેવાલ મળ્યાં છે. આ દરમિયાન ત્રણ શ્રમિકો નીચે દટાયા અને એકનું મોત થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની એક દીવાલ ધરાશાયી થયા એક વ્યક્તિને કાળ ભરખી ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.
નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા છે. જેમાંથી પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું સૂત્રો દ્વારા જણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે રાજ્યમાં સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અત્યારે ઠેર ઠેર દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. સૌરાષ્ટ્રમાં આવી ઘટનાઓ અનેક બની છે.
આ પણ વાંચો - ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ: 227 તાલુકામાં વરસાદ, 11 ડેમ હાઈ એલર્ટ
ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત
આ પહેલા મંગળવારે અમદાવાદમાં દૂધેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીના એક ફલેટમાં ધાબા ઉપરાંત સીડી તથા જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી. જો કે, આ દરમિયાન કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો નીચે દટાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો હોવાના કારણે આવી ઘટનાઓ બની રહી છે. અહીં ત્રણ લોકો દટાયા છે તેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.