મનોરંજન

એરપોર્ટ પર અભિનેતા જોન અબ્રાહમે એવું કંઈક કર્યું કે યુવતી થઈ ગઈ ખુશખુશાલ, જુઓ વીડિયો

મુંબઈઃ બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ મોટા ભાગે લાઈમલાઈટથી દૂર રહેતો હોય છે. પરંતુ અત્યારે તે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા કંઈક એવું કરતો જોવા મળે છે, જેનાથી ત્યાં હાજર એક યુવતી સ્ટાફ ખુશીથી કૂદી પડે છે. આ જોયા પછી, અભિનેતાના ચાહકો ખૂબ ખુશ છે અને તેમના વખાણ કરતા થાકતા નથી. ચાલો તમને જણાવીએ કે આખરે થયું થયું હતું

ભેટમાં આવેલો ગુલદસ્તો જોન અબ્રાહમે મહિલા સ્ટાફને આપ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પ્રમાણે જોન અબ્રાહમ એરપોર્ટની બહાર નીકળતો જોવા મળે છે. આ દરમિયાન, તેણે સ્પોર્ટી લુક પહેર્યો છે. એક્ટને વાદળી જોગર, સફેદ ટી-શર્ટ અને કાળો શર્ટ પહેર્યો છે. તે હસતાં હસતાં બહાર આવતાની સાથે જ એક ચાહક તેની નજીક આવે છે અને તેને ગુલાબનો ગુલદસ્તો ભેટમાં આપે છે. અભિનેતા તેનો આભાર માને છે અને તેની સાથે વાત કરે છે. આ પછી, અભિનેતા તેને વિનંતી કરે છે કે શું તે આ ગુલદસ્તો એરપોર્ટની યુવતીને આપી શકે છે. વ્યક્તિએ હા પાડતા જ, જોન અબ્રાહમે આગળ વધીને યુવતીને ગુલદસ્તો આપ્યો અને તે ખુશ થઈ ગઈ. તેણીએ વારંવાર અભિનેતાનો આભાર માન્યો અને અભિનેતા હસતો રહ્યો. આના માટે ચાહકો તેની ખૂબ જ પ્રશંસા પણ કરી રહ્યાં છે.

જ્હોન અબ્રાહમ ક્યારેક કંઈ ખોટું કરતો જ નથીઃ યુઝર્સ

આ વીડિયો જોયા પછી લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, ‘જ્હોને પહેલા તે વ્યક્તિને પૂછ્યું, તે ખરેખર સજ્જન છે.’ બીજા વ્યક્તિએ લખ્યું, ‘જ્હોન અબ્રાહમ ક્યારેક કંઈ ખોટું કરતો જ નથી.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘જ્હોન હંમેશા લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.’ ઘણા લોકો એવા છે જે અભિનેતાની પ્રશંસા કરતા થાકતા નથી. કોમેન્ટ બોક્સ તેમના માટે પ્રશંસાથી ભરેલા સંદેશાઓથી ભરેલું છે.

આ પણ વાંચો -‏‏‎ આ શું લઈને પહોંચ્યો આમિર ખાન બીગ બી પાસે કે બીગ બી પણ થઈ ગયા શૉક્ડ…

કેટલાકને જોનનું આ વર્તન પસંદ ના આવ્યું

સોશિયલ મીડિયામાં કેટલાક લોકો હંમેશની જેમ ટીકા કરવાનું બંધ કરતા નથી. એક વ્યક્તિએ લખ્યું, ‘તે સમજે છે કે કેમેરા સામે સારું દેખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પહેલા આવો નહોતો.’ બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘કોઈએ તેને પ્રેમથી આપ્યું અને તે બીજા કોઈને આપે છે… ફક્ત એટલા માટે કે તે તેને ઘરે લઈ જવા માંગતો નથી… મને લાગે છે કે આ ખૂબ જ અસંવેદનશીલ વર્તન છે.’ જ્યારે કેટલાક તો જોનના આ વર્તનને નાટક કહી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button