નેશનલ

ઓલા ડ્રાઈવર્સને મોટી રાહતઃ આ નિર્ણયથી મહેનતની પૂરી કમાણી આવશે ખિસ્સામાં…

નવી દિલ્હી: ઓલા કેબ સાથે જોડાયેલા ડ્રાઇવરો માટે આનંદના સમાચાર છે. ઓલાએ એક નિર્ણય લીધો છે કે હવે દરેક રાઇડની કમાણીમાંથી એક પણ રૂપિયો કમિશન તરીકે નહીં લેવામાં આવે. આનાથી દેશભરના 10 લાખથી વધુ ડ્રાઇવરોને તેમની મહેનતની પૂરી કમાણી મળશે. આ નવી નીતિ ઓલાના બદલાયેલા બિઝનેસ મોડલનો ભાગ છે, જેનો ઉદ્દેશ ડ્રાઇવરોની આવક વધારવાનો છે.

ભાડું 100% ડ્રાઇવરના ખાતામાં જશે
અગાઉ ઓલા દરેક રાઇડ પર 20થી 30 ટકા કમિશન લેતી હતી, જેનાથી ડ્રાઇવરોની કમાણી ઘટી જતી હતી. હવે નવા મોડલ હેઠળ ઓલા માત્ર એક ટેક્નોલોજી પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જે ડ્રાઇવર અને ગ્રાહકને જોડશે. ગ્રાહકે એપ અથવા રોકડમાં ચૂકવેલું ભાડું 100% ડ્રાઇવરના ખાતામાં જશે. ઓલાની આવક હવે ફ્લેટ સબ્સ્ક્રિપ્શન ફી પર આધારિત હશે, જે ડ્રાઇવર દર મહિને ચૂકવશે.

Ola cab driver

ઓલા ડ્રાઈવરની આર્થિક સ્થિતી સુધરશે
આ સમચાર બાદ ડ્રાઈવરોએ રાહત શ્વાસ લીધો છે. કેમ કે, હવે 10 લાખ જેટલા ડ્રાઈવરોની કમાણીમાં સીધો વધારો થશે. અગાઉના કમિશનને કારણે ડ્રાઇવરોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હતો, પરંતુ હવે આ નિર્ણયથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે X પર આ નિર્ણયની જાહેરાત કરી અને જણાવ્યું કે આ પગલું ડ્રાઇવરોનું જીવન સુધારવા માટે લેવામાં આવ્યું છે. આ ફેરફારથી ડ્રાઇવરોનું મનોબળ વધશે અને સેવાની ગુણવત્તામાં પણ વધારો થશે.

ગ્રાહકો માટે નથી બદલી પોલિસી
ઉલ્લેખનીય છે કે ગ્રાહકો માટે બુકિંગનો માટે કોઈ પણ પોલિસી બદલવામાં આવી નથી. જેથી ગ્રાહકો માટે બુકિંગનો અનુભવ પહેલા જેવો જ રહેશે. જોકે સારી કમાણી થતા ડ્રાઇવરોની સંતુષ્ટિ વધરો થશે અને સેવાનું સ્તર ઉપર આવશે. આ સાથે મુસાફરોને પણ સારો અનુભવ આપવાની મનશાથી આ નીર્ણય કરવામાં આવ્યો છે. આ નવુ મોડલ ઓલાને બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે, અને ડ્રાઇવરોને આર્થિક રીતે સશક્ત કરશે.

આપણ વાંચો : OLA-UBER એપલ યુઝર્સ પાસેથી એન્ડ્રોઈડ યુઝર્સથી વધુ ચાર્જ વસુલે છે! કંપનીએ આરોપોનો જવાબ આપ્યો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button