નેશનલ

ઓસ્ટ્રેલિયામાં પ્રાઈવેટ બોટમાં ચશ્મા સાથે બોટિંગ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રી થયા ટ્રોલ, આપ્યો આવો જવાબ…

નવી દિલ્હીઃ બાગેશ્વર ધામના બાબા એટલે કે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ઓસ્ટ્રેલિયા ગયેલા છે. ભક્તોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની ખૂબ જ ચાહના છે. પરંતુ અત્યારે તેમના ભક્તો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રને અલગ જ શૈલીમાં જોયા છે. સોશિયલ મીડિયામાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો પોસ્ટ કરીને લોકો ટીકાઓ કરી રહ્યાં છે. લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, ભક્તોને મોહ-માયાથી દૂર રહેવાની સલાહ આપતા બાબા બાગેશ્વર પોતે વૈભવી જીવન જીવી રહ્યાં છે.

બાબાએ પહેરેલા મોંઘા ચશ્મા અને જેકેટ પર ભડ્યા લોકો
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ઓસ્ટ્રેલિયામાં એક ખાનગી બોટમાં ફરતા જોવા મળ્યા હતા. તેમણે GUCCI જેવા મોંઘા બ્રાન્ડના ચશ્મા અને મોંઘા જેકેટ પણ પહેર્યા હતા. જેથી લોકોએ ટ્રોલ કર્યા હતા.હવે આ બધી કોમેન્ટથી ધીરેન્દ્ર શાસ્ત્રી નારાજ થયા અને પોતાના અંદાજમાં ટ્રોલર્સને જવાબ પણ આપ્યો છે.

pandit dhirendra krishna shastri bageshwar dham

એક છોકરીએ દીક્ષા લીધી છે તેણે મોંઘુ જેકેટ ખરીદ્યું અને મને આપ્યુંઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
ટ્રોલ કરનારાઓને જવાબ આપતાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, ‘ભારતમાં એક ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ છે. તેમણે અમારા પર એક વીડિયો બનાવ્યો. ખરેખર, અમને ઓસ્ટ્રેલિયામાં ખૂબ ઠંડી લાગતી હતી, તેથી અમે અમારા શિષ્યોને જેકેટ ખરીદવા કહ્યું. એક છોકરી જેણે દીક્ષા લીધી છે તેણે એક મોંઘુ જેકેટ ખરીદ્યું અને અમને આપ્યું. ભારત મુજબ તેની કિંમત 60-65 હજાર હશે. અમને આજે જ ખબર પડી કે તે ખૂબ જ મોંઘુ જેકેટ હતું. આના પર એક યુટ્યુબરે એક વીડિયો બનાવ્યો કે બાબાનો મહિમા જુઓ, તેમણે 60 હજારની કિંમતનું જેકેટ પહેર્યું છે.’

pandit dhirendra krishna shastri bageshwar dham

મેં જાતે ખરીદીને નથી પહેર્યું, મારા શિષ્યોએ આપ્યું છેઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
વધુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યું કે, હું સમુદ્રમાં ગયો એટલે મારી આંખોમાં સમસ્યા આવી એટલે ચશ્મા પહેર્યાં હતા. તે પણ ખૂબ જ મોંઘા હતા. ગુચ્ચના ચશ્મા હતા’ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, નક્કટ્ટા, મુસરચંદ, 10 રૂપિયાનો માણસ, નૃત્યાંગના અને ચારિત્ર્યહીન વ્યક્તિ 2 લાખ રૂપિયાનું જેકેટ પહેરી શકે છે અને જો કોઈ મહાત્મા 60 હજાર રૂપિયાનું જેકેટ પહેરે છે, તો તમને પેટમાં દુઃખાવો થાય છે. મેં જાતે ખરીદીને નથી પહેર્યું. તે મને મારા શિષ્યોએ આપ્યું છે. જો તમને પેટમાં દુઃખાવો થાય છે, તો કાલે હું 1 લાખ 10 હજાર રૂપિયાના કપડાં પહેરીશ. તું મારા વીડિયો બનાવજે અને મારા ફોટા અપલોડ કરજે!’

આપણ વાંચો : : હિંદુઓ એક્તા દર્શાવશે તો…. જાણો શું બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button