મનોરંજન

સ્વરાએ ફિલિસ્તીન અને ગાઝાને સમર્થન આપવા કરી અપીલ, પણ નેટીઝન્સે તેમાં પણ ટ્રોલ કરી

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રસ સ્વરા ભાસ્કર ફરી એક વખત પોતાના નિવેદનોને લઈ ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાજિક અને રાજકીય મુદ્દા પર ખુલ્લીને પોતાના વિચાર રાખતી સ્વરા અવાર નવાર ટ્રોલનો નિશાન બનતી હોય છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી કે ફરી એક વખત તે ટ્રોલિંગનો શિકાર બની છે. વાસ્તવમાં તેણે એક્સ હેડલ પર ગાઝાના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી. આ જ પોસ્ટરે ફરી તેના માટે વિવાદનો વંટોળ ઊભો કર્યો હતો. આ પોસ્ટને લઈને ઘણા લોકોએ તેમને ભારત છોડવાની સલાહ પણ આપી છે.

સ્વરાએ X પ્લેટફોર્મ પર ફિલિસ્તીન અને ગાઝાના સમર્થનમાં 18 જૂને મુંબઈના આઝાદ મેદાનમાં યોજાનારી એકજુટતા રેલીનું પોસ્ટર શેર કર્યું. તેમણે મુંબઈના લોકોને આ રેલીમાં જોડાવાની અપીલ કરી. આ રેલી ભાકપા, ભાકપા માલે અને સમાજવાદી પાર્ટી જેવા રાજકીય પક્ષો દ્વારા આયોજિત છે. જોકે, આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે સ્વરા પર આકરી ટીકા કરવાનું શરૂ કર્યું અને તેમની ભારતીય મુદ્દાઓ પરની ચૂપીને લઈને સવાલો ઉભા કર્યા હતા.

https://twitter.com/ReallySwara/status/1934566184944627875

યુઝર્સે પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર જેવી મોટી ઘટાઓ પર સ્વરાની ચૂપીને લઈ પ્રશ્નો ઉભા કર્યા હતા. એક યુઝરે ટિપ્પણી કરી, “પહેલગામ મુદ્દે આવું કંઈ નથી કર્યું!” જ્યારે અન્ય યુઝરે લખ્યું, “બાંગ્લાદેશના હિન્દુઓ, સૂડાન અને સીરિયાના ખ્રિસ્તીઓ, પાકિસ્તાનના હિન્દુઓની ચિંતા નથી, ફક્ત ફિલિસ્તીનની ચિંતા છે?” ઘણા એવા યુઝર્સ પણ સામેલ હતા, જેણે સ્વરાને ફિલિસ્તીન જવાની સલાહ આપી. યુઝર્સે સવાલ ઉઠાવ્યો કે તેઓ હંમેશા એક જ પક્ષનું સમર્થન કેમ કરે છે?

આ પહેલીવાર નથી કે સ્વરા વિદેશી મુદ્દાઓ પર બોલીને ટ્રોલ થઈ હોય. અગાઉ રોહિંગ્યા મુદ્દે પણ તેણે પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને ટ્રોલિંગનો સામનો કર્યો પડ્યો હતો. આ વખતે પણ તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેના કારણે લોકોમાં તેમની રાજકીય ટિપ્પણીઓ અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button