આગરામાં થયો ભયાનક રોડ અકસ્માત, કાર પલટી જતા 4ના ઘટનાસ્થળે જ મોત; એકની હાલત ગંભીર…

આગરા: આગરામાં ટ્રાંસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શાહદરા ફ્લાયઓવર પણ દર્દનાક ઘટના બની છે. આજે સવારે લખનઉ માર્કેટમાંથી કેરીઓ લઈને આવતી ગાડીને ભીષણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. મેક્સ ગાડી ચાલકે અચાનક કંટ્રોલ ગુમાવ્યો તેના કારણે અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર ગાડીને કાબુમાં રાખી શક્યો નહીં. મેક્સ ગાડી ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. જેના કારણે ચાર લોકોનું મોત થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા
ગાડી પલટી જતા હાઈવે પર ચાલતા ત્રણ લોકો નીચે આવી ગયાં હતા. આ સાથે ગાડી ચાલક પણ ગંભરરીતે ઘાયલ થયો છે. અકસ્માતની ઘટના બનતા લોકો એક્ઠા થઈ ગયા અને હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા ત્યાં સુધીમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. મેક્સ કારનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ અકસ્માત સ્થળને અવરોધિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને સમજાવીને શાંત પાડ્યા.
મેક્સ કાર ખૂબ જ ઝડપથી આવી રહી હતીઃ સ્થાનિકો
આ સમગ્ર ઘટનાને પ્રત્યક્ષ જોવી એ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મેક્સ કાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. ડિવાઇડર સાથે અથડાયા પછી કાર એટલી ઝડપથી પલટી ગઈ કે રસ્તા પર બેઠેલા લોકોને બચવાનો મોકો જ નહોતો મળ્યો. આ અકસ્માતમાં લખન સિંહના પુત્ર 65 વર્ષીય રાજેશ, બુધરામના પુત્ર 60 વર્ષીય રામેશ્વર, શાહદરાના રહેવાસી સ્વર્ગસ્થ ધુરી લાલના પુત્ર 63 વર્ષીય હરિબાબુ અને ડ્રાઇવર કૃષ્ણાનું મોત નીપજ્યું છે. અત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે ઘાયલોનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.