અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘ મંડાણ, મેહુલિયો થશે મહેરબાન…

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી વરસાદી વાદળા જોવા મળ્યાં છે. આજે પણ અમદાવાદમાં વરસાદ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાતના વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આજે મેઘ મહેરબાન થશે. છેલ્લા 24 કલાકથી આવી રહેતા હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદીઓ ઘણાં સમયથી વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં.

છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદ સક્રિય
આજે પણ જો સારો પડે તેનું લાગી રહ્યું છે. સવારે અમદાવાદમાં દરેક વિસ્તારમાં વરસાદી વાદળા જોવા મળ્યાં હતાં. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદ સક્રિય થયો છે. માત્ર બે દિવસમાં રાજ્યના 95 ટકા વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. બે દિવસમાં ગુજરાતના 251 પૈકી 221 તાલુકામાં 14 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. આજની વાત કરવામાં આવે તો, આજે બુધવાર એટલે 24 કલાક માટે અમદાવાદ, આણંદ, ભરૂચ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવી છે.

આજે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આજે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કાલે બોટાદના ગઢડામાં 14 ઇંચ અને ભાવનગરના પાલીતાણામાં 12 ઇંચ સાથે 22 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button