ઇન્ટરનેશનલ

રશિયા અને ચીનને G7 માં સામેલ કરી ટ્રમ્પ G9 બનાવવા માંગે છે, પુતિન સાથે સહાનુભૂતિ દર્શાવી

ઓટાવા: હાલ કેનેડામાં G7 સમિટ ચાલી રહી છે, સમિટ દરમિયાન આ ગ્રુપમાં સામેલ દેશોના વડા વિવિધ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આ સમિટ દરમિયાન યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારુ નિવેદન (Trump statement about G7) આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે આ ગ્રુપમાં વધુ દેશોને સામેલ કરીને G7 ને G8 અથવા G9 બનાવવું જોઈએ. ચોંકાવનારી બાબત એ રહી કે ટ્રમ્પે રશિયા અને ચીનને ગ્રુપમાં સામેલ કરવાની ભલામણ કરી. ટ્રમ્પના આ નિવેદનનું વિવિધ રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.

કેનેડાના કનાનાસ્કિસમાં G7 સમિટમાં હાજરી આપવા પહોંચેલા ટ્રમ્પે કહ્યું કે રશિયા અને ચીનને પણ આ ગ્રુપના નવા સભ્ય બનાવવા જોઈએ. આ દરમિયાન, અગાઉ આ ગ્રુપના સભ્ય રહેલા રશિયાને ગ્રુપમાંથી બહાર કાઢવા અંગે પણ તેમણે અસહમતી દર્શાવી હતી.

…તો યુદ્ધ શરુ જ ના થયું હોત:

ટ્રમ્પે કહ્યું કે જો રશિયાને આ ગ્રુપમાંથી બહાર ન કાઢવામાં આવ્યું હોય, તો રશિયાએ યુક્રેન પર ક્યારેય હુમલો કર્યો ન હોત, રશિયા-યુક્રેન યુદ્ધ ક્યારેય શરૂ થયું ન હોય. ટ્રમ્પે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધ માટે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને જવાબદાર ઠેરવ્યા હતાં. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પ્રત્યે સહાનુભૂતિ પણ દર્શાવી હતી.

પુતિન સાથે સહાનુભૂતિ!

ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, “G7 પહેલા G8 હતું. બરાક ઓબામા અને ટ્રુડો રશિયાને આ ગ્રુપમાં રાખવા ઈચ્છતા ન હતા. મારું માનવું છે કે તે એક ભૂલ હતી કારણ કે જો રશિયા આ ગ્રુપમાં હોત, તો યુક્રેન સાથે યુદ્ધ શરુ કર્યું ન હોત.”

ટ્રમ્પે વધુ કહ્યું કે જ્યારે પુતિનને G8 માંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓ ખૂબ જ અપમાનિત થયા હતા.

આ પણ વાંચો….G-7 દેશોએ ઈઝરાયેલને આપ્યું સમર્થન, કહ્યું ઈરાન પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનું મૂળ કારણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button