સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાએ વન-ડેમાં છ વર્ષે ફરી મેળવી અનેરી સિદ્ધિ

દુબઈઃ ભારતની મહિલા ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (SMRITI MANDHANA) વન-ડે ફૉર્મેટમાં (2019 બાદ) ફરી એક વખત વર્લ્ડ નંબર-વન બૅટર થઈ ગઈ છે.

સ્મૃતિ 16 વર્ષની હતી ત્યારથી ભારત વતી રમે છે. તે આઇસીસી વન-ડે રૅન્કિંગ (IDI RANKINGS)માં 727 રૅન્કિંગ પૉઇન્ટ સાથે સર્વોચ્ચ ક્રમાંકિત બની ગઈ છે. સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલવાર્ટને તેણે બીજા નંબર પર મોકલી દીધી છે. લૉરાના 719 પૉઇન્ટ છે અને તે ઇંગ્લૅન્ડની સુકાની નૅટ સિવર-બ્રન્ટ (719 પૉઇન્ટ) સાથે બીજા સ્થાને છે.

આપણ વાંચો: ઓપનર્સ સ્મૃતિ મંધાના અને પ્રતીકા રાવલે રાજકોટનું સ્ટેડિયમ ગજવી નાખ્યું: જાણો રનના ઢગલા અને વિક્રમોની રસપ્રદ વિગતો

સ્મૃતિ (SMRITI MANDHANA) 2013ની સાલમાં પ્રથમ વન-ડે રમી હતી. તે 2019 બાદ ફરી એક વાર મહિલા ખેલાડીઓના રૅન્કિંગમાં મોખરાના સ્થાને આવી ગઈ છે.

મુંબઈમાં રહેતી સ્મૃતિ 28 વર્ષની છે. તે એપ્રિલ, 2013માં અમદાવાદમાં બાંગ્લાદેશ સામે પ્રથમ વન-ડે રમી હતી. તેણે 102 વન-ડેમાં 11 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરીની મદદથી કુલ 4,473 રન કર્યા છે.

વન-ડેના વિમેન્સ રૅન્કિંગમાં સ્મૃતિ પછીની બીજી ભારતીયોમાં જેમાઇમા રૉડ્રિગ્સ 14મા સ્થાને અને હરમનપ્રીત કૌર 15મા સ્થાને છે.

સ્મૃતિને ખાસ કરીને છેલ્લી બે વન-ડેના પર્ફોર્મન્સને લીધે નંબર-વન પર આવવા મળ્યું છે. તેણે ટ્રાયેન્ગ્યૂલર સિરીઝમાં સાઉથ આફ્રિકા સામેની મૅચમાં 51 રન અને શ્રીલંકા સામેની ફાઇનલમાં 116 રન કર્યા હતા.

આપણ વાંચો: બુમરાહે કમિન્સને હરાવ્યો, પણ ઍનાબેલ સામે સ્મૃતિ મંધાના હારી ગઈ!

મહિલાઓની વન-ડેના રૅન્કિંગ

(1) સ્મૃતિ મંધાના, ભારત, 727 પૉઇન્ટ
(2) નૅટ સિવર-બ્રન્ટ, ઇંગ્લૅન્ડ, 719 પૉઇન્ટ
(2) લૉરા વૉલવાર્ટ, સાઉથ આફ્રિકા, 719 પૉઇન્ટ
(3) ઍમી જોન્સ, ઇંગ્લૅન્ડ, 689 પૉઇન્ટ
(4) એલીસ પેરી, ઑસ્ટ્રેલિયા, 684 પૉઇન્ટ
(5) હૅલી મૅથ્યૂઝ, વેસ્ટ ઇન્ડિઝ, 682 પૉઇન્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button