ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ યોજાશે, ICC એ તારીખ જાહેર કરી

મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને ક્રિકેટ જગતમાં ‘ગ્રેટેસ્ટ રાઈવલરી’ તરીકે ઓળખાય છે. બંને દેશો વચ્ચે ખરાબ રાજકીય સંબંધોને કારણે માત્ર ICC ઈવેન્ટ્સમાં જ ગ્રેટેસ્ટ રાઈવલરી જોવા મળે છે. ઓપરેશન સિંદૂર પછી આ વર્ષે આ બંને ટીમો એક બીજા સામે ટકરાશે. ICCએ મહિલા ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2025(Women cricket ODI world cup) નું શેડ્યુલ જાહેર કર્યું છે.
મહિલા ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2025ની યજમાની ભારત કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલમાં રમાશે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેની બધી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમશે.
ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે:
ICCએ જાહેર કરેલા શેડ્યુલ મુજબ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે કુલ 31 મેચ રમાશે, જેનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો ભાગ લઇ રહી છે.
આ ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિનમાં રમાશે, નોકઆઉટ તબક્કામાં 2 સેમિફાઇનલ રમાશે, ત્યાર બાદ ફાઈનલ રમાશે. મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની પહેલી મેચ યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે 30 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ: મહિલા ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની 5 ઓક્ટોબરના રોજ મેચ રમશે. આ મેચ શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.
આ પણ વાંચો - શાર્દુલ ઠાકુરની બુમરાહ, સિરાજ, ક્રિષ્ના, અર્શદીપની બોલિંગમાં ફટકાબાજી…
વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીનું શેડ્યુલ:
30 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ શ્રીલંકા – બેંગલુરુ – બપોરે 3 વાગ્યે
5 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કોલંબો – બપોરે 3 વાગ્યે
9 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – વિઝાગ – બપોરે 3 વાગ્યે
12 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા – વિઝાગ – બપોરે 3 વાગ્યે
19 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – ઇન્દોર – બપોરે 3 વાગ્યે
23 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – ગુવાહાટી – બપોરે 3 વાગ્યે
26 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ – બેંગલુરુ – બપોરે 3 વાગ્યે