અમદાવાદ

અમદાવાદ પ્લેન દુર્ઘટના: ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસનો નવો વીડિયો વાયરલ…

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આજે વધુ એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. પ્લેન ક્રેશની ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો, તેનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે. આ વ્યક્તિને પ્લેનમાં 11એ નંબરની સીટ પર બેઠો હતો. તેના કારણે તેનો જીવ બચી શકયો હતો. દુર્ઘટના બાદ તે બહાર આવ્યો ત્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

17 સેકન્ડનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ
અત્યારે એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રમેશ વિશ્વાસ જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાંથી હાથમાં મોબાઈલ લઈને બહાર આવી રહ્યો છે. 17 સેકન્ડનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના કારણે લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. આટલી ભયાનક ઘટનામાંથી તે બચ્યો છે છતાં પણ હાથમાં ફોન લઈને નિરાંતે બહાર આવી રહ્યો છે. શું વિશ્વાસ કુમારની જીવ બચ્યો તે ચમત્કાર છે કે પછી કોઈ સંયોગ? આવા એક કરતા અનેક પ્રશ્નો સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યાં છે.

વિમાનમાં બેઠેલા 242 લોકોમાંથી એક જ મુસાફરનો જીવ બચ્યો
ગુજરાતના અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં ફક્ત એક જ મુસાફર હતો જેનો જીવ બચી ગયો. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર જે સીટ નંબર 11A પર બેઠેલો હતો, આ અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયો તેને ચમત્કાર ગણવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે નવા વીડિયોએ કૌતુક જાગ્યું છે.

આપણ વાંચો : રામ રાખે તેને કોણ ચાખેઃ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જીવતો નીકળ્યો આ વ્યક્તિ, વર્ણવી સમગ્ર ઘટના

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button