છોટા ઉદેપુર

છોટાઉદેપુદના સંખેડામાં વહેલી સવારે બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકયો…

છોટાઉદેપુરઃ ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેમાં વહેલી સવારે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો છે. વરસાદને પગલે સંખેડા-હાંડોદ રોડ ઉપર પાણી ભરાઈ જતા સંખેડા-હાંડોદ રોડ અવર-જવર માટે બંધ કરાયો છે. સવારે 4 થી 6 એટલે કે બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વડોદરા ગ્રામ્યમાં વરસાદ પડયો
વડોદરાના ગ્રામ્ય વિસ્તાર શિનોરમાં અસહ્ય ઉકળાટ બાદ મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે, અવાખલ, સેગવા, સાધલી, માલસરમાં વરસાદ પડયો છે બીજી તરફ અવાખલના રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે. ગઈ કાલે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

પાટણમાં પડયો વરસાદ
પાટણ જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. જેમાં સમી, સાંતલપુર, શંખેશ્વર, હારિજ પાટણ અને સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો હતો, તો વરસાદ વરસવાની સાથે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતુ, સાથે સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી થોડી મુશ્કેલીનો સમાનો પણ કરવો પડ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ થયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ ડભોઇમાં 6 ઇંચ, સંખેડામાં 5 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 3.5 ઇંચ, આહવામાં 3.5 ઇંચ વરસાદ, શિહોરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત પાલનપુરમાં 2.8 ઇંચ વરસાદ, ખાંભામાં 2.6 ઇંચ, કામરેજમાં 2.4 ઇંચ વરસાદ, માંગરોળ 2.2 ઇંચ, વઘઇમાં 2.4 ઇંચ વરસાદ, તારાપુર અને વલ્લભીપુરમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button