ફાધર્સ ડે: સંતાનના ઉછેરમાં પિતાની ભૂમિકા માતા કરતા જરાપણ ઓછી નહીં…

આમ તો જીવનમા માતા-પિતાનું યોગદાન અમુલ્ય હોય છે. માતા-પિતા એવા શબ્દ છે, કે જેના માટે દિવસ, વાર, અઠવાડિયા કે પખવાડિયાની જરૂર હોતી નથી. ઘણી વખત આપણા માટે જીવતા લોકોને આપણે સન્માન આપી શકતા નથી. એટલા જ માટે 15 જૂનના પિતાના અમૂલ્ય યોગદાનને સન્માન આપવા માટે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ પિતાના અમૂલ્ય યોગદાન અને તેમની જવાબદારીઓને સન્માન આપવા માટે સમર્પિત છે. માતાની જેમ પિતા પણ બાળકોના ઉછેર અને જીવનના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હા એ વાત છે કે, માતા ઉભરાતા પ્રેમમાં ઘણી વખત પિતાનો વ્હાલ દેખાતો નથી. આજનો દિવસ પિતાના આ અમૂલ્ય બલિદાનને યાદ કરવાનો છે.
ફાધર્સ ડેનું મહત્વ
આમ તો, દુનિયાના દરેક પિતા માતાની જેમ પ્રેમ વ્યક્ત કરી શકતા નથી. વ્યવસાય, જવાબદારીના દબાયેલા પિતા પુત્ર કે પુત્રીને ઘણી સમય વિતાવી શકતા નથી. જોકે ઘણા પિતાના પોતાના સંતાનના મિત્ર બનવામાં સફળ થાય છે. પરંતુ તેમની હાજરી બાળકોના જીવનમાં આત્મવિશ્વાસ અને સુરક્ષાનો અહેસાસ કરાવે છે. પિતા પોતાના દાખલાથી બાળકોને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત અને શક્તિ આપે છે. આ દિવસે પરિવારો એકઠા થઈને પિતાને આભાર માને છે.

બાળકો માટે પ્રેરણાસ્ત્રોત
પિતા બાળકોના જીવનમાં એક આદર્શનું ઉદાહરણ બને છે. બાળકો પોતાના પિતાને પડકારોનો સામનો કરતા અને પરિવારની રક્ષા માટે દીવાલની જેમ ઊભેલા જુએ છે. આ બાબતો બાળકોના વ્યક્તિત્વ પર ઊંડી અસર કરે છે અને તેઓ પોતાના પિતાની જેમ મજબૂત અને નિર્ણાયક બનવાનું શીખે છે. પિતાની હિંમત અને ધીરજ બાળકોને જીવનની દરેક મુશ્કેલીમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.

જ્યારે બાળકો મોટા થઈને દુનિયાની હકીકતોનો સામનો કરે છે, ત્યારે તેમને ઘણીવાર અસુરક્ષિત લાગે છે. આવા સમયે પિતાની હાજરી તેમને સલામતીનો અહેસાસ કરાવે છે. પિતા એક એવું આશ્રયસ્થાન છે, જ્યાં બાળકોને પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષા મળે છે. ઉપરાંત, પિતાના જીવનના અનુભવો બાળકો માટે માર્ગદર્શક બને છે. આ અનુભવોની મદદથી બાળકો ભૂલો ટાળીને સફળતા તરફ ઝડપથી આગળ વધી શકે છે.
આપણ વાંચો : હેપ્પી ફાધર્સ-ડે બાપ, બાપ હોતા હૈ….