મનોરંજન

શું છે 12Aનું રેટિંગ, જે બ્રિટિશ સેન્સર બોર્ડે સિતારે ઝમીન પર ફિલ્મને આપ્યું છે?

મુંબઈ: બોલિવૂડના પરફેક્શનિસ્ટ આમિર ખાન તેમની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલાં રિલીઝ થયું, જેણે દર્શકોનું દિલ જીતી લીધું. કોમેડી અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મની ઝલકથી ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મને સેન્સર બોર્ડની મંજૂરી મળી ગઈ છે, અને તે 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે, આમિર ખાન અને જેનેલિયા ડિસોઝા અભિનીત ‘સિતારે ઝમીન પર’ને બ્રિટિશ સેન્સર બોર્ડે 12A રેટિંગ આપ્યું છે. આ રેટિંગનો અર્થ એ છે કે ફિલ્મ 12 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે યોગ્ય છે. 12 વર્ષથી નાનાં બાળકો આ ફિલ્મ કોઈ ગાર્ડિયન સાથે જ જોઈ શકે છે. ફિલ્મનો કુલ સમયગાળો 2 કલાક 35 મિનિટનો છે, જે ‘તારે ઝમીન પર’ કરતાં થોડો ઓછો છે.

આ પણ વાંચો: શું આ ફિલ્મ આમિર ખાનની છેલ્લી ફિલ્મ હશે? એક ઈન્ટરવ્યું દરમિયાન આપ્યો મોટો સંકેત

12A રેટિંગ યુ.કે. અને આયર્લેન્ડમાં વપરાય છે, જે દર્શાવે છે કે ફિલ્મનું કન્ટેન્ટ મુખ્યત્વે કિશોરો અને મોટી ઉમર માટે યોગ્ય છે. જોકે, કેટલાક દ્રશ્યો નાના બાળકો માટે યોગ્ય ન હોઈ શકે, તેથી વયસ્કની હાજરી જરૂરી છે. આ ફિલ્મ આમિર ખાનની હિટ ફિલ્મ ‘તારે ઝમીન પર’ની સિક્વલ માનવામાં આવે છે, જે એક સ્પોર્ટ્સ કોમેડી પર આધારિત છે.

આર.એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં 10 ન્યૂરોડાયવર્જન્ટ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે, જે તેની વિશેષતા ઉમેરે છે. જેનેલિયા ડિસોઝા આ ફિલ્મમાં આમિર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button