વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ: ‘ખ’ ખરીદીનો ‘ખ’… ભીતરથી કોતરતી કલા

  • સંજય છેલ

ઘણીવાર એમ થાય કે સાલો, આપણો આ જન્મ ફક્ત ખરીદીઓ કરવા ને બિલ ભરવા માટે જ થયો છે! આપણે માણસ છીએ પણ માણસના રૂપમાં ગ્રાહક બની રહેવા માટે શાપિત લોકો છીએ. જ્યારથી સમજણા થયા, ત્યારથી સતત કંઈક ને કંઈક ખરીદી જ રહ્યા છીએ ને લાગે છે કે ખરીદી કરતાં કરતાં જ આપણો જીવ આત્મ’ નામની ચકલીની જેમ ઊડી જશે ને કદી પાછો નહીં આવે. પછી એક સાવ સાદું કફન ખરીદવામાં આવશે ને એ આપણને ઓઢાડવામાં આવશે. એ કફન સાદું સફેદ હશે. એના પર કંઇ ફૂલ, પાન, ચાંદ, તારા, પતંગિયું, પક્ષી જેવી ડિઝાઇન કે એની કિનારી પર ઝૂલ લગાડેલી નહીં હોય. ત્યારે કોઈ નહીં કહે કેઅરેરે..આ કેવું સાવ કચરા જેવું કફન છે? ના તો એના પર બોર્ડર લગાડેલી છે કે ના તો એમાં રંગબેરંગી ડિઝાઇન છે..! ‘

એ દિવસે આપણે ખરીદીની શાપિત જાદૂઈ કળાથી મુક્ત થઈશું, જે આપણને સતત 24 કલાક ઘરાક બનવા માટે મજબૂર કરે છે.

આ ખરીદીકલા ક્યાં નથી? દરેક સડેલી વસ્તુ પર સુંદર લેબલ ચોંટાડેલું હોય છે, ખરાબ ફિલ્મોના પોસ્ટર આકર્ષક હોય છે, નકામી સંસ્થાઓ એમની સુંદર ઇમારતો માટે પ્રખ્યાત છે ને બોરિગ માણસના ઘરમાં સુંદર ચિત્રો ટાંગેલાં હોય છે, જે આપણને મોહિત કરે છે. જે કંટાળાજનક શબ્દોનાં ગણગણાટને કોઈ સાંભળતું નથી, પણ એ ગીતના સૂરસંગીતની ધમાલ સાથે બને ત્યારે પોપ્યુલર છે.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: આમ આદમી હાઝિર હોડડડડડ…

આ જ સંસ્કૃતિ છે, આ જ કળા છે જેમાં આપણે સૌ ફસાયા. તમે ખરીદીની મારફાડ માર્કેટિગ કલાથી બચીને ક્યાં જશો! લોકો કપડાને નહીં, પણ એનો રંગ કે મજબૂતાઈ જુએ છે. લોકો ખોપડીને નહીં પણ એની ઝુલ્ફોનાં શણગારને જુએ છે.
એકવાર મારી પત્ની દુકાનમાં બંગડીઓ ખરીદતી હતી. મને લાગ્યું કે માં જીવન અહીં જ ઊભા ઊભા વીતી જશે પણ વાઇફ બહાર નહીં આવે. સ્ત્રીના જીવનમાં મેચિંગ રંગની બંગડીઓની શોધ બહુ અગત્યની હોય છે, જે સતત હંમેશાં ચાલુ જ રહે છે. બંગડી એક કલા છે ને જીવનમાં કલાએ ક્યાં ક્યાં કાણાં નથી પાડ્યાં?

મૂળા ને ગાજરની, ખીચડીથી લઇને ડાઇનિંગ ટેબલની સજાવટમાં વેજ સલાડ સુધીની એમની જીવનયાત્રા કેટલી કલાત્મક છે! એ જ મૂળા ને ગાજર, કોણ કયા ખેતરમાંથી આવ્યાં, પણ જો સજાવટનો આધુનિક ટે્રન્ડ ન હોત તો કોણ એમને પૂછત? આજે ડાઇનિંગ ટેબલની હાલત એવી છે કે મૂળા, ગાજર, ટામેટા ને બીટરૂટની ગોળ કાતરી સાથે સલાડ જ્યારે પાંદડાઓનો લીલો દુપટ્ટો ઓઢીને બેઠું હોય ત્યારે જ આપણું મન ખીલી ઊઠે છે. આ માર્કેટિગ છે, બાપુ! કલા જે કરે એટલું ઓછું.. એક વાર મેં કોઇને પૂછ્યું, કઈ જલેબી સારી હોય?’ એણે કહ્યું,નાની.’ આ છે જીવન પર કલાનો પ્રભાવ! અરે, જલેબી બધી જ મીઠી હોય, ચાસણી જલેબીનો આત્મા છે, પણ ના, પેલાએ કહ્યું- `નાની જલેબી.’

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ : હું તો `આસનસોલ’ જઈશ જ!

ઇન શોર્ટ, આકાર અસર કરે કે ડિઝાઇન આપણી જીભને અસર કરે છે. વાત લખાણમાં નથી, પણ હાંસિયામાં છે. પ્રેમપત્રો લખાય છે, જગ્યા છોડી દેવામાં આવે છે જેથી અક્ષરો ખીલે ને વાંચી શકાય, પણ મન કહે છે કે હાંસિયા પણ ભરી નાખીએ, જ્યાં જગ્યા બાકી હોય, ત્યાં દિલની વાત કહી દઈએ પણ અહીં કલા આડી આવે છે. પ્રેમપત્ર છોડો. મારે કોઇનું દેવું ચૂકવાનું બાકી છે, પણ એ ભાઈ એટલો સુંદર પત્ર લખે કે ક્યારેક મને પૈસા ચૂકવવાનું મન થઈ આવે! કલાનો આદર કરવો આપણી પરંપરા છે. આખી જિંદગી કલા માટે પૈસા ચૂકવવામાં વિતી ગઈ તો પેલાનાં કેમ નહીં?.

મેક-અપ એવો જ માર્કેટિગનો મોર્ચો છે. એકવાર દુકાનમાં જોયું કે લિપસ્ટિક હવે અનેક રંગોમાં મળે છે. જે સ્ત્રીઓ એ બધીને હોઠ પર ઘસે છે, એ ગજબ છે. હું નસીબદાર છું કે હું સ્ત્રી નથી. પણ એનાથી શું? એક સજ્જન મને કહી રહ્યા હતા કે મેં જે શર્ટ પહેર્યું છે એના કોલરની ફેશન આજકાલ આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. કેટલી વિચિત્ર વાત છે કે શર્ટ જૂનું નથી થયું, પણ કોલર `આઉટ ઓફ ડેટ’ છે!

મેં એને પૂછ્યું, `હવે શર્ટનું શું કં?’

પેલાએ કહ્યું, `એને સાચવીને રાખી મૂકો, આ ફેશન ફરી પાછી આવશે.’

એમણે સાચું કહ્યું. ભવિષ્યમાં ચોક્કસ એવું થશે. મારા પિતાજી જો આજે જીવતા હોત, તો એ પુષોની ફેશનમાં મોખરે હોત. એમના સમયમાં, પહોળી ટાઈની ફેશન હતી. આજે એ જ ફેશન પાછી આવી છે અને પાછા ફરેલા મિત્રની જેમ આપણને ભેટી પડી છે. બૌદ્ધ સાધુઓના શરીર પરનું ચાદર જેવું કેસરી રંગનું વસ્ત્ર, જે ગઈ કાલ સુધી ફક્ત સાધુ-સંતોની મિલકત હતી, હવે તો એ દરેક નેતાનો પ્રિય રંગ બની ગયો છે.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: ભાગતી ટે્રનમાં… થંભેલા આપણે!

માણસની ચિ બહુ ઉદાર બની રહી છે. કલા તરીકે એને શું ગમશે એ કહેવું મુશ્કેલ છે. નક્કામી સૂક્કી ડાળીઓ ડ્રોઇંગરૂમમાં સજાવટની આઇટમ બની ગઈ છે, ગરીબ લોકોની લુંગી આધુનિકતાનું પ્રતીક બની ગઈ છે, કમર ખુલી ગઈ ને સાડીઓ નાભિ દેખાય એવી વિચિત્ર સ્ટાઇલમાં પહેરાવા લાગી છે. આજકાલ માણસની દ્રષ્ટિ સાંકડી થતી જાય છે પણ ચશ્માં મોટા થઈ રહ્યા છે!

હું આ ફેશન અને માર્કેટિગની દોડમાં નથી. હું જે પેન્ટ પહેં છું તે કાઉબોય જેવા નથી. જોકે એ એટલા જૂના પણ નથી કે એમની મોરી પહોળી હોય, છતાં હું ચિંતિત છું. વળી મને મારા ઘરમાં કેક્ટસનો અફસોસ છે. મેં સાંભળ્યું છે કે આજકાલ કેક્ટસથી સજાવટ કરવાનો રિવાજ નથી. મેં ઘણા બધા ભેગા કરી નાખ્યા છે. કેક્ટસ નવી કલા અને આધુનિકતાનું પ્રતીક હતાં. પણ હવે એ બધા કેક્ટસ ઘરની પાછળ એક ખૂણામાં તરછોડાયેલા પડ્યા છે ને હું એમને ફેંકી શકતો નથી કારણકે જો એમની ફેશન પાછી આવે તો?

ઇન શોર્ટ: માર્કેટ, ખરીદી અને બજાર આપણને ચલાવે છે. આપણે ખરીદી નથી કરતા, બજાર આપણને ખરીદે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button