વૉટર પાર્કના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બાળકે જીવ ગુમાવ્યો

નાગપુર: પરિવાર સાથે મોજ ખાતર વૉટર પાર્કમાં ગયેલા આઠ વર્ષના બાળકે સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હોવાની ઘટના નાગપુરમાં બની હતી.
કોંઢાળી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુરના બાઝારગાંવ નજીકના એક વૉટર પાર્કમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ નૈેતિક અમિત દેશમુખ તરીકે થઈ હતી. નૈતિક પરિવાર સાથે મોજ માણવા વૉટર પાર્ક આવ્યો હતો. અકસ્માતે પગ લપસી જવાને કારણે તે 41 ઈંચ ઊંડા સ્વિમિંગ પૂલમાં પડ્યો હતો.
બાળક સ્વિમિંગ પૂલમાં પડતાં જ લાઈફગાર્ડ્સ તેને બચાવવા દોડ્યા હતા. પૂલમાંથી બહાર કાઢવામાં આવેલા બાળકને સીપીઆર આપવા છતાં તેણે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા બાળકને તબીબે મૃત જાહેર કર્યો હતો.
આ પ્રકરણે એડીઆર નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર રાજકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું. વૉટર પાર્કના જનરલ મૅનેજર ચંદન કુમાર સિંહે જણાવ્યું હતું કે તેમના દ્વારા સુરક્ષાના દરેક નિયમોનું પાલન કરવામાં આવે છે. ઘટના બની ત્યારે બાળકનાં માતા-પિતા તેની સાથે જ હતાં. (પીટીઆઈ)