અમદાવાદ

તત્કાળ બ્લડની જરૂર હોવાથી રેડ ક્રોસમાં 400 લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી

અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેમાં પીટીઆઈના અહેવાલ પ્રમાણે 265 લોકોનું મોત થયું છે. જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી ઘાયલ લોકોને લોહીની જરૂર હોવાથી અરજન્ટ બ્લડ રિક્વાયરનો મેસેજ મળતાની સાથે જ 400 જેટલા લોકો લોહી આપવા માટે પહોંચી ગયાં હતાં. દુઃખની ઘડીમાં જે રીતે મદદ થઈ શકે તે રીતે મદદ કરવા માટે લોકોએ આગળ આવીને માનવતા દેખાડી હતી. આટલી મોટી દુર્ઘટના બની છે એટલે ઘાયલોની સંખ્યા વધારે હોવાનું અનુમાન છે.

https://twitter.com/MadhishParikh/status/1933162504773066931

લોહીની જરૂર છે તેવી જાણ થતા બ્લડ ડોનેટ કરવા લાઈનો લાગી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોશિયલ મીડિયામાં #Ahmedabadsupport હેશટેગ સાથે કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. જેથી વધારેમાં વધારે લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવી શકે અને જોઈતી મદદ કરી શકે. આ કેમ્પેઈન દ્વારા રેડ ક્રોસમાં 400 લોકો રક્તદાન કરવા માટે આવ્યાં હતા. ઘાયલોને લોહીની જરૂર છે તેવી ખબર પડતાની સાથે જ અમદાવાદીઓએ બ્લડ ડોનેટ કરવા માટે મોટી લાઈન લગાવી દીધી હતી. મોટાભાગના લોકો પોતાના દરેક કામ પડતા મુકીને મદદ કરવા માટે દોડી આવ્યાં હતાં. અમદાવાદીઓ આવા ટાણે ખરેખર માનવતા દેખાડી છે.

સ્થાનિક લોકો પોતાનાથી બનતી દરેક મદદ કરવા તૈયાર દેખાયા

આપણાં ગુજરાતીઓ મદદ કરવામાં હંમેશા આગળ રહેતા હોય છે. આ દુર્ઘટના બાદ અનેક લોકો મદદ માટે જોડાયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઘટના સ્થળ પર પણ લોકોએ પોતાનાથી બનતી બધી જ મદદ કરી. મુંબઈ સમાચાર દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દરમિયાન અનેક લોકો મદદ કરતા જોવા મળ્યાં હતા. કેટલાક લોકો પાણીની મદદ કરી રહ્યાં હતા, કોઈ મસ્ક આપી રહ્યું હતું, તો કોઈ કાટમાળમાંથી લાશો બહાર કાઢવા માટે મદદ કરી રહ્યું હતું. જો કે, બચાવ કામગીરી માટે જુદી જુદી એજન્સીઓના કુલ 2000 લોકો ઘટના સ્થળ પર તૈનાત જોવા મળ્યાં હતાં. આ દરમિયાન તેમને મદદ કરવા માટે સ્થાનિકો પણ જોડાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button