IPL 2025

આઇપીએલનો સૌથી નસીબવાળો ખેલાડીઃ રમવા નથી મળ્યું છતાં બે ટાઇટલ જીત્યો!

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કેટલાક એવા નસીબવાળા ખેલાડીઓ થઈ ગયા જેમણે ખૂબ ઓછું રમવું પડ્યું છે છતાં તેમને લાખો/કરોડો રૂપિયા મળ્યા છે. અમુક ખેલાડીઓ રમવા તૈયાર હોય, પણ ટીમમાં એટલી બધી હરીફાઈ હોય કે તેમને રમવાનો ભાગ્યે જ રમવાનો મોકો મળતો હોય છે. જોકે વેસ્ટ ઇન્ડિઝના ડૉમિનિક ડ્રેક્સ (DOMINIC DRAKES)નો કિસ્સો સાવ નોખો છે. તે બે આઇપીએલ સીઝનમાં ટીમમાં સિલેક્ટ થવા છતાં તેને એ ટીમ વતી રમવા તો નહોતું મળ્યું, ટાઇટલ વિજેતા સ્ક્વૉડમાં તેનું નામ જરૂર લખાયું છે.

વાત એવી છે કે વેસ્ટ ઇન્ડિઝનો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ડૉમિનિક ડ્રેક્સ 2021થી 2023 દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝ વતી દસ ટી-20 અને ત્રણ વન-ડે રમ્યો હતો. તે હજી પ્રથમ કક્ષાની મૅચો રમે છે, પણ 2021 અને 2023ની સાલ તેના માટે શુકનવંતી હતી.

2021ની આઇપીએલ વખતે ડૉમિનિકને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ફ્રૅન્ચાઇઝીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે એ સીઝનમાં ડૉમિનિકને એક પણ મૅચ નહોતી રમવા મળી. ચેન્નઈની ટીમે એ વર્ષની ફાઇનલમાં કોલકાતાને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું અને ડૉમિનિક સીએસકેના ખેલાડીઓ સાથે સેલિબે્રશનમાં જોડાયો હતો.

2022માં ગુજરાત ટાઇટન્સ (GT)એ આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને એ સીઝનમાં જીટીના ફ્રૅન્ચાઇઝીએ ડૉમિનિકને 1.10 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો. જોકે એ સીઝનમાં પણ ડૉમિનિકને એક પણ નહોતી રમવા મળી અને છેવટે ગુજરાતની ટીમે ટાઇટલ જીતી લીધું ત્યારે ડૉમિનિકને હાર્દિક પંડ્યા ઍન્ડ કંપની સાથે ટ્રોફી સાથેની ઉજવણીમાં જોડાવાનો લહાવો મળ્યો હતો.

ડૉમિનિક 2021ની કૅરિબિયન પ્રીમિયર લીગમાં ક્રિસ ગેઇલના નેતૃત્વમાં સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પૅટ્રિયટ્સ ટીમ વતી રમ્યો હતો. એ સીઝનની ફાઇનલમાં ગેઇલે ડૉમિનિકને બૅટિંગમાં છઠ્ઠા નંબર પર પ્રમોટ કર્યો હતો અને તેણે ફાઇનલમાં 24 બૉલમાં અણનમ 48 રન કર્યા હતા તેમ જ એ સીઝનમાં 16 વિકેટ લીધી હતી. તેને એ પર્ફોર્મન્સને આધારે સીએસકેની ટીમમાં ઈજાગ્રસ્ત સૅમ કરૅનના સ્થાને જગ્યા મળી હતી, પણ એકેય મૅચ રમવા નહોતી મળી. 2022માં જીટીની ટીમે તેને સ્ક્વૉડમાં સમાવ્યો હતો, પણ તેને જરાય નહોતું રમવા મળ્યું.

આ પણ વાંચો…રિષભ પંતે ફટકારી સિક્સર ને સ્ટેડિયમના છાપરાંમાં પડ્યું બાકોરું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button