ઇન્ટરનેશનલ

યુ.એસ.માં લેવિસ્ટન ગોળીબારનો આરોપી મૃત હાલતમાં મળી આવ્યો

અમેરિકાના મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં બુધવારે મોડી રાત્રે બનેલી ગોળીબારની ઘટનામાં 18 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદથી આરોપી ફરાર હતો, જેને કારણે શહેરમાં ભયનો માહોલ હતો. બે દિવસથીઓ સુરક્ષા અધિકારીઓ શંકાસ્પદ હુમલાખોરને શોધી રહ્યા હતા. જો કે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે હુમલાખોર મૃત હાલતમાં મળી આવ્યો છે. આરોપી હુમલાખોરે આત્મહત્યા કરી લેધી હોવાની શંકા છે.


પડોશી શહેર લિસ્બનના પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ફક્ત એટલી જ પુષ્ટિ કરી શકીએ છીએ કે આરોપી મૃત્યુ પામ્યો છે, અમે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરીશું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 40 વર્ષીય રોબર્ટ કાર્ડનો મૃતદેહ લેવિસ્ટન શહેરથી લગભગ આઠ માઈલ દૂર જંગલમાં એક રિસાયક્લિંગ સેન્ટર પાસે મળી આવ્યો હતો, જ્યાંથી તાજેતરમાં તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી.

અહેવાલો અનુસાર આરોપી માનસિક બીમારીથી પીડાતો હતો. યુએસ આર્મીના પૂર્વ કર્મચારીએ બુધવારની રાત્રે લેવિસ્ટન શહેરની એક બોલિંગ એલી ત્યાર બાદ એક બારમાં ગોળીબાર કર્યો હતો. એક સમયનું ટેક્સટાઇલ હબ લેવિસ્ટન શહેર મેઈન રાજ્યનું બીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button