ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ટ્રમ્પે ગવર્નરની મંજુરી વગર સેના ઉતારી; અમેરિકામાં સત્તાનું સંતુલન ખોરવાયું?

લોસ એન્જલસ: યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ એજન્સીઓએ ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી બાદ કેલીફોર્નીયાના લોસ એન્જલસમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા (Riots in Los Angeles) હતાં. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત (Trump deployed National Guards) કર્યા છે. ટ્રમ્પના આ નિર્ણયથી સામે જાણકારોએ ચિંતા વ્યક્ત કરી છે અને સત્તાનું સંતુલન ખોરવાઈ જવાની શક્યતા વ્યક્ત કરી હતી.
લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ફેડરલ બોર્ડર પેટ્રોલ એજન્ટોની પ્રદર્શનકરીઓ સાથે અથડામણ થઇ હતી, પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતાં. સ્થિતિને કાબુમાં લેવા ટ્રમ્પે 2,000 નેશનલ ગાર્ડ મોકલ્યા હતાં.

સમય પહેલા લેવાયું પગલું:

ટ્રમ્પના આ નિર્ણય સામે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી લો સ્કૂલના પ્રોફેસરે ચિંતા વ્યક્ય કરી છે. તેમણે એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે રાષ્ટ્રપતિને ‘બળવા’ જેવી પરિસ્થિતિમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો કાયદાકીય અધિકાર છે, પરંતુ સામાન્ય રીતે આ રાજ્યપાલની વિનંતી પર કરવામાં આવે છે, એને પણ ત્યારે જ મોટા પાયે અશાંતિ ફેલાઈ હોય તો જ. પરંતુ લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો આ સ્તરે પહોંચ્યા નથી.

પ્રોફેસરે જણાવ્યું, ‘આ પગલું સમય પહેલા લેવામાં આવ્યું હોય એવું લાગે છે અને વિરોધ પ્રદર્શનોને દબાવવાના હેતુથી લેવામાં આવ્યું હોય તેવું લાગે છે.’

ગવર્નરે વિરોધ દાખવ્યો:

વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે ‘અરાજકતાનો અંત લાવવા’ માટે રાષ્ટ્રપતિ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હત. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે આ નિર્ણયને ‘ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી’ ગણાવી હતી.

જાણકારોના મત મુજબ, વહીવટીતંત્રે હજુ સુધી Insurrection Actનો ઉપયોગ કર્યો નથી. 1807નો આ કાયદો યુએસ રાષ્ટ્રપતિને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અશાંતિને ડામવા માટે સૈન્ય તૈનાત કરવાનો અધિકાર આપે છે. લોસ એન્જલસ રમખાણો દરમિયાન કેલિફોર્નિયાના ગવર્નરની વિનંતી પર તેને છેલ્લે 1992માં લાગુ કરવામાં આવ્યો હતો.

સત્તાનું સંતુલન બગડી શકે:

પ્રોફેસરે ચેતવણી આપી હતી કે રાજ્ય સરકારની સંમતિ વિના સૈન્ય તૈનાત કરવાથી ફેડરલ અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું સંતુલન બગડી શકે છે. તેમણે કહ્યું, ‘આનાથી ફેડરલ સરકારને રાજ્ય અને સ્થાનિક સરકારો કરતાં વધુ સત્તાઓ હોય એવું લાગે છે, જ્યારે યુએસ બંધારણ મર્યાદિત સત્તાઓ સાથે ફેડરલ સિસ્ટમની હિમાયત કરે છે.’

Posse Comitatus Act સેનાને યુનાઇટેડ સ્ટેટ્સમાં નાગરિકો સામે બળ પ્રયોગ કરવાની મનાઈ ફરમાવે છે સિવાય કે કોંગ્રેસ ખાસ મંજૂરી આપવામ આવે કે સ્વ-બચાવના કિસ્સામાં. મુખ્ય ચિંતા એ છે કે સૈન્યની હાજરીથી લોસ એન્જલસમાં અમેરિકન નાગરિકોના વાણી સ્વાતંત્ર્યના અધિકારોને અસર કરી શકે છે.

આ પણ વાંચો….ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો, હવે ટ્રમ્પે કહી આ મોટી વાત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button