મહારાષ્ટ્ર

ચંદ્રપુરમાં ટોલના નામે ‘હિંસા’: કર્મચારીને ઢસડ્યો, કારચાલક ફરાર

ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બલ્લારપુરમાં વિસાપુર ટોલ પોસ્ટ પર એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં કારચાલક પાસે ટોલ કર્મચારીએ ટોલ માંગતા તેના ઉપર ગાડી ચઢાવી દીધી હતી. આ ઘટનામાં ટોલ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાનો વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેના અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

મળતી માહિતી મુજબ રાતના લગભગ એક વાગ્યે બલ્લારશાહથી ચંદ્રપુર તરફ આવતી એક ટાટા એસ કાર ટોલથી બચવા માટે લાઇન ઓળંગી ગઈ. આ દરમિયાન, જ્યારે એક ટોલ કર્મચારીએ ડ્રાઇવરને રોકવા કહ્યું ત્યારે તેણે કાર રોકી નહીં અને કર્મચારી પર ચઢાવી દીધી. કર્મચારી થોડા મીટર સુધી કારની સાથે ઢસડાવવાના કારણે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો.

આપણ વાંચો:  વિદેશથી ગિફ્ટ મોકલવાને બહાને મહિલાપાસેથી 49.59 લાખ રૂપિયા પડાવ્યા

પીડિતની ઓળખ સંજયઅરુણ વાંઢરે તરીકે થઈ છે. તેની ઉંમર 27 વર્ષ હોવાનું કહેવાય છે વાંઢરે બલ્લારપુરના વિસાપુર ટોલ નાકા પર કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. ઘટના બાદ બલ્લારપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button