સ્પોર્ટસ

અમેરિકાની સ્કૂલ ઍથ્લીટે 100 મીટરની દોડ કેવી રીતે પૂરી કરી એ જોશો તો ચોંકી જશો

હ્યુજીન (અમેરિકા): અમેરિકાના ઑરેગોન સ્ટેટના હ્યુજીન (EUGENE) શહેરમાં તાજેતરમાં આયોજિત ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૂકલીન ઍન્ડરસન (BROOKLYN ANDERSON) નામની ઍથ્લીટ 100 મીટરની વિઘ્ન દોડ જીતી હતી. તે વિજયી થઈ એના કરતાં તેણે ફિનિશ લાઇન જે રીતે પૂરી કરી એ જોવા જેવું હતું.

ઑરોગોનની જ એક હાઈ સ્કૂલમાં ભણતી બ્રૂકલીન જિમ્નૅસ્ટિક્સમાં પણ ચૅમ્પિયન છે અને તેણે 100 મીટર વિઘ્ન દોડને અંતે ફિનિશ લાઇન નજીક આવી રહી હતી ત્યારે તેણે ડબલ સમરસૉલ્ટ (SOMERSAULT) સાથે એ લાઇન પાર કરીને વિજેતાપદ મેળવી લીધું હતું. સમરસૉલ્ટમાં ઍથ્લીટ જમીન તરફ પોતાને આગળની દિશામાં ઝૂકાવીને માથાથી જમીન પર નીચે પડે છે અને પળવારમાં માથા પરથી પગની એડીને આગળની દિશા તરફ લઈ જાય છે અને તરત એ ઍથ્લીટ ઊભી થઈ જાય છે.

આ પણ વાંચો -‏‏‎ કૉકો ગૉફ ફ્રેન્ચ ઓપન જીતનારી છેલ્લા 23 વર્ષના ઇતિહાસની સૌથી યુવાન ખેલાડી…

બ્રૂકલીને ફિનિશ લાઇન પાર કરતાં પહેલાં આવા બે સમરસૉલ્ટ જમ્પ મારીને સૌને ચોંકાવી દીધા હતા.
આ ડબલ સમરસૉલ્ટના વીડિયોને વિવિધ મીડિયા પ્લૅટફૉર્મ પર પાંચ કરોડથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે.
બ્રૂકલીને ઘણા સમયથી જિમ્નૅસ્ટિક્સમાં કૌશલ્ય નથી બતાવ્યું, પણ 100 મીટર વિઘ્ન દોડમાં ડબલસૉલ્ટ કર્યા પછી તેણે કહ્યું, `મને લાગે છે કે મેં મારી જિમ્નૅસ્ટિક્સની કરીઅરને ફરી જીવંત કરી છે.’

બ્રૂકલીન હ્યુજીનની ચૅમ્પિયનશિપમાં લૉન્ગ જમ્પ તેમ જ 100 મીટર દોડમાં પણ ભાગ લીધો હતો અને ત્રીજા નંબરે આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button