મહુઆ મોઇત્રાનો પતિ પિનાકી મિશ્રા સાથે ડાન્સનો વીડિયો વાયરલ, લોકો આપી રહ્યા છે અભિનંદન

કોલકાતા: પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં બીજુ જનતા દળ (BJD) પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે જર્મનીમાં લગ્ન (Mahua-Pinaki Marriage) કર્યા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હવે તેમના લગ્ન સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral dance video) થઈ રહ્યો છે, જેમાં બંને ડાન્સ કરતા જોવા મળે છે.
મહુઆ મોઇત્રાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બંને બોલિવૂડ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રાના લગ્ન 30 મેના રોજ જર્મનીમાં થયા હતા.
આ ગીત પર ડાન્સ કર્યો:
વિડીયોમાં જોવા મળે છે કે મહુઆ મોઇત્રાએ આછા ગુલાબી રંગની સાડી પહેરી છે અને પિનાકી મિશ્રાએ વેસ્ટ કોટ પહેર્યો છે. તેઓ બોલીવુડ ગીત “રાત કે હમસફર” પર ડાન્સ કરતા જોવા મળે છે. મહુઆ મોઇત્રાએ આ વીડિયો તેના સોશિયલ મીડિયા સ્ટેટસ પર શેર કર્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે.
પિનાકી મિશ્રા અને મહુઆ મોઇત્રા બંનેના આ બીજા લગ્ન છે. પિનાકીના પહેલા લગ્ન સંગીતા મિશ્રા સાથે થયા હતા, પહેલા લગ્નથી તેમને 2 બાળકો પણ છે. મહુઆ મોઇત્રાના પહેલા લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયા હતા.
આપણ વાંચો: ક્રિકેટર-સાંસદની જોડી: રિંકુ સિંહ અને પ્રિયા સરોજની થઈ સગાઈ, જુઓ વીડિયો
કોણ છે પિનાકી મિશ્રા?
પિનાકી મિશ્રા વ્યવસાયે વકીલ છે. તેઓ ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી BJDના સાંસદ રહી ચુક્યા છે. જોકે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના સંબિત પાત્રા સામે તેમની હાર થઇ હતી.