બ્રિક્સ સંસદીય ફોરમમાં ચીન સહિતના દેશોએ કરી પહલગામ હુમલાની આકરી ટીકા, પાકિસ્તાનની મુશ્કેલી વધી

બ્રાસીલિયા : ભારતના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. જેમાં ચીન સહિતના બ્રિક્સ સંસદીય ફોરમે હુમલાની આકરી ટીકા કરી છે તેમજ આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહી કરવાનો સંકલ્પ કર્યોછે. બ્રાસીલિયામાં આયોજિત બ્રિક્સ સંસદીય ફોરમમાં ચીન ઉપરાંત અનેક મુસ્લિમ દેશોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવાના પ્રયાસો
ચીન ઉપરાંત બ્રિક્સ સંસદીય પેનલમાં ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા તેમજ ઈરાન, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયાના પ્રતિનિધિઓએ આ ફોરમમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારતનું નેતૃત્વ લોકસભા સાંસદ ઓમ બિરલાએ કર્યું હતું. ઓપરેશન સિંદૂર બાદ ભારતે વિશ્વના વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલ્યા છે. જ્યાં પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય બંધ કરવી જોઇએ
ઓમ બિરલાએ કહ્યું કે આતંકવાદ આજે એક વૈશ્વિક કટોકટી બની ગયો છે.જેનો સામનો ફક્ત આંતરરાષ્ટ્રીય સહયોગથી જ થઈ શકે છે. તેમણે ચાર મુખ્ય પગલાંની હિમાયત કરી. આમાં આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય બંધ કરવી, ગુપ્ત માહિતીની વહેંચણી ઝડપી કરવી, ટેકનોલોજીનો દુરુપયોગ અટકાવવો અને તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં સહયોગ વધારવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ઓમ બિરલાના મુદ્દાઓને બેઠકમાં હાજર તમામ દેશોએ સર્વાનુમતે સ્વીકાર્યા અને અંતિમ ઠરાવમાં સામેલ કર્યા હતા.
આ બેઠકમાં એઆઈ, વૈશ્વિક વેપાર સહિતના મુદ્દે ચર્ચા
લોકસભા સચિવાલયે જાહેર કરેલા નિવેદન મુજબ, સંયુક્ત ઘોષણામાં ભારતના પહેલગામ હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી અને તમામ બ્રિક્સ દેશોની સંસદોએ આતંકવાદ સામે સાથે મળીને કામ કરવા સંમતિ આપી હતી. આતંકવાદ ઉપરાંત આ બેઠકમાં એઆઈ, વૈશ્વિક વેપાર, આંતર-સંસદીય સહયોગ અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો….Donald Trump એ બ્રિક્સ દેશોને આપી મોટી ચેતવણી, કહ્યું તો 100 ટકા ડ્યુટી લાદશે