વીક એન્ડ

ભાત ભાત કે લોગ: સિરિયલ કિલર જેફરી ડોમર: આજે ય ઉકેલ માગે છે આ કોયડો

-જ્વલંત નાયક

`આ એક પ્રોસેસ છે જે ઓવરનાઈટ (અચાનક) આકાર નથી લેતો. તમે કોઈ વ્યક્તિને જીવંત માણસ તરીકે નહિ, પણ તમારા પ્લેઝર માટેના ઓબ્જેક્ટ તરીકે જોવા માંડો છો. અને પછી તમારે જે કંઈ કરવું છે એ આસાનીથી કરી શકો છો.’
ચશ્માં પહેરેલો એક યુવાન ટીવી કેમેરા સામે ઇન્ટરવ્યૂ આપતી વખતે આ વાક્ય બોલે છે. પહેલી નજરે તમે આ યુવાનને કોઈ માનસશાસ્ત્રી કે સોફ્ટવેર એન્જિનિયર માની બેસો, પણ સામે બેસીને ઇન્ટરવ્યૂ લઇ રહેલી હોસ્ટના મગજમાં એ વખતે કેવી ઊથલપાથલ ચાલતી હતી એનો તમને ખ્યાલ સુધ્ધાં ના આવે કેમ કે પેલાની પાછળ લોડેડ ગન સાથે તૈયાર ઊભેલા પોલીસમેન તમને ટીવીની સ્ક્રીનમાં ન દેખાતા હોય!

અહીં જેની વાત થઇ રહી છે એ યુવાન એટલે જેફરી ડોમર (Jeffrey Dahmer) – નેવુંના દાયકાનો ચર્ચાસ્પદ સિરિયલ કિલર. મુલાકાત લેનાર હોસ્ટ એને આગળ સવાલ પૂછે છે :

`તને ક્યારેય એવું ન થયું કે આ ખોટું છે? આ બધું બંધ કરવું જોઈએ?’

જેફરી ઊંડા શ્વાસ લઈને જે સહજતાપૂર્વક જવાબ આપે છે એનો ટૂંકસાર કંઈક આવો છે :

`મને હંમેશથી ખબર હતી કે આ ખોટું છે. પહેલી હત્યા કોઈ આયોજનપૂર્વક નહોતી થઇ, પણ મારી કેટલીક ફેન્ટસી હતી. અલગારી રખડપટ્ટી પર નીકળેલ એક યુવાનને વિશ્વાસમાં લઈને હું ઘરે લઇ આવ્યો. એ પછી એના પર સંપૂર્ણપણે કબજો જમાવી દેવાનો મારો પ્રયાસ હતો!’

1960માં જેફરી ડોમરનો જન્મ. તૂટતું જતું લગ્નજીવન વેઠતાં મા-બાપ ડિપ્રેશનમાંથી પસાર થતા હતા એટલે જેફરીનું બાળપણ એકલવાયું રહ્યું. જેફરીના મનમાં બહુ પહેલાથી જ જાતજાતની ગરબડ શરૂ થઇ ગયેલી. બાળપણમાં માણસોની અવેજીમાં એ પ્રાણીઓ તરફ આકર્ષાયો. કોઈ સમજાવવાવાળું હતું નહિ એટલે બાળપણથી જ કીડી-મંકોડા સહિતનાં પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરતા શીખ્યો. અંતર્મુખી સ્વભાવનો આ છોકરો માત્ર ચૌદ વર્ષની ઉંમરે આલ્કોહોલિક બની ગયેલો. આ બધું ઓછું હોય એમ યુવાનીએ પહોંચતા સુધીમાં જેફરીને સમજાઈ ગયું કે એ નોર્મલ પુષ નથી, બલકે ગે છે.

આ પણ વાંચો….ભાત ભાત કે લોગ : ધૂરંધરોએ કરેલી આગાહીઓ, જે ઐતિહાસિક ઢબે ધરાર ખોટી પડી!

એક દિવસ એની મુલાકાત સ્ટીવન હિક નામના એની જ ઉંમરના યુવાન સાથે થઇ. બિયર પીવાને બહાને બંને જેફરીના ઘરે પહોંચ્યા. સ્ટીવનને તો છોકરીઓમાં રસ છે એવું જાણ્યા પછી ગે સંબંધો બાંધવા આતુર જેફરીનો પિત્તો ગયો. એમાં વળી થોડું વધુ પી લીધા પછી હિકે વિદાય થવાની તૈયારી કરવા માંડી. જેફરી કોઈ પણ ભોગે હિકને જવા દેવા નહોતો માગતો. બીજું કશું સૂઝયું નહિ એટલે ઘરમાં પડેલું સાડા ચાર કિલોનું ડમ્બેલ ઉઠાવીને હિકના માથામાં જોશભેર ફટકારી દીધું! સ્ટીવન હિકના ત્યાં જ રામ રમી ગયા, પણ જેફરીની ઈચ્છા તો હજી અધૂરી જ હતી!

હિકના મૃતદેહને અનાવૃત્ત કરીને જેફરીએ હસ્તમૈથુન કર્યું. ઊભરો શમી ગયા બાદ ખ્યાલ આવ્યો કે આવેગમાં ને આવેગમાં હત્યા થઇ ગઈ છે. પહેલા તો જેફરીએ મૃતદેહને ઘરના બેઝમેન્ટમાં નાખ્યો. પછી બીજા દિવસે એમાંથી મોટી છરી વડે માંસ અને હાડકા કાપીને અલગ કર્યા. માંસના ઝીણા ટુકડા ટોઈલેટમાં ફ્લશ કર્યા અને હાડકાનો ભૂકો કરીને વગડામાં વિખેરી આવ્યો!

અત્યંત જુગુપ્સાપ્રેરક હતું આ બધું, પણ એ પછી તો જાણે જેફરીની હિંમત ખૂલી ગઈ. વર્ષ 1978 થી 1991 વચ્ચે જેફરીએ કુલ સત્તર જેટલી વ્યક્તિઓ સાથે આ જ પ્રકારની બર્બરતા આચરીને એમને મોતને ઘાટ ઉતાર્યા. આ હતભાગીઓમાં તણોથી માંડીને વયસ્ક પુષોનો સમાવેશ થતો હતો. મૃતકનાં અંગો કાપવા કે માંસ ખાવું જેવી વાત તો એના માટે સામાન્ય બની ગઈ! એક વાર એક યુવાન જેફરીની ચુંગાલમાંથી જીવતો ભાગી છૂટવામાં સફળ રહ્યો એમાં જેફરી પકડાયો. પછી એનાં સંખ્યાબંધ કુકર્મોનો જે ભાંડો ફૂટ્યો, એણે આખા અમેરિકાને હચમચાવી મૂક્યું. જેફરી ડોમરને કઠોર સજા અપાવવા માટે લોકોએ ઠેર ઠેર રેલીઓ કરી. કોર્ટ કેસ દરમિયાન અનેક પુરાવાઓ મળી આવવાથી જેફરીને પંદર વખત જનમટીપ ભોગવવાની સજા થઇ.

જેફરીને કોલમ્બિયા જેલમાં ધકેલવામાં આવ્યો. એકાદ વર્ષ સુધી જેલના હાઈસિક્યોરિટી ઝોનમાં એકાંતવાસ વેઠ્યા બાદ એને ઓછી સિક્યોરિટી ધરાવતા જેલ યુનિટમાં શિફ્ટ કરવામાં આવ્યો, સાથે જ ટોઇલેટ બ્લોક્સ અને જિમ્નેશિયમની સફાઈની ડ્યૂટી પણ સોંપવામાં આવી. જેફરીના સાથી કેદીઓમાં જેસી એન્ડરસન અને ક્રિસ્ટોફર સ્કાર્વર મુખ્ય હતા.
પાછળથી સ્કાર્વરે પોલીસને આપેલા નિવેદન મુજબ જેફરી જેલમાં ય સીધો નહોતો રહેતો. ડાર્ક હ્યુમર કરતા રહેવાની એની આદત ઘણાને ગમતી નહોતી. ઘણીવાર ખોરાકના ટુકડાઓને ભેગા કરીને જેફરી માનવ શરીરના અંગો જેવી રચના બનાવતો પછી એની ચીરફાડ કરીને દેખાડતો. વાસ્તવિક લોહીની ઇફેક્ટ માટે જેફરી ટોમેટો કેચઅપનો ઉપયોગ કરતો. જેફરીને આ બધું ગમતું -આનંદદાયક લાગતું, પણ બીજા કેદીઓને જુગુપ્સા થતી.

આ પણ વાંચો….ભાત ભાત કે લોગ: કામિકાઝે હુમલાઓ શૌર્યનું પ્રતીક હતા કે મૂર્ખતાનું?

જેફરીના જેલ સાથી સ્કાર્વરના કહેવા મુજબ જેફરીને પોતાના કરતૂતો બદલ જરા સરખો ય પસ્તાવો નહોતો. મગજની કોઈક ભયંકર સ્થિતિએ પહોંચેલો વ્યક્તિ જ આવો હોઈએ શકે… જોવાની આ વાત એ કે આ સ્કાર્વરને પોતાને ય વળી અમુક સાઈકોલોજીકલ સમસ્યાઓ હતી. એને એવું લાગતું કે જેફરી જેવા પાપીનો વધ કરવા માટે ઈશ્વર એને સંકેત આપી રહ્યો છે. આખરે એક દિવસ વહેલી સવારે જિમ્નેશિયમની સફાઈ કરતી વખતે સ્કાર્વરે જેફરી અને એન્ડરસન બંનેના માથામાં લોખંડના પાઈપથી ઉપરાછાપરી ઘા મારી દીધા. પોલીસ હોસ્પિટલમાં લઇ ગઈ, જ્યાં જેફરીએ એકાદ કલાકમાં જ દમ તોડી દીધો. એન્ડરસન બે દિવસ રહીને મર્યો. જેફરીએ જે રીતે લોકોની હત્યા કરી એ જ રીતે એની પોતાની ય હત્યા થઇ ગઈ!

આ મગજ ફરેલા જેફરી ડોમરના જીવન ઉપરથી અનેક ફિલ્મો બની છે, પુસ્તકો લખાયા છે અને ટેલીવિઝન શ્રેણી પણ બની છે.

જેફરીના હત્યારા સ્કાર્વરે પોતાની જુબાનીમાં કહેલું કે જ્યારે મેં જેફરીના માથામાં લોખંડનો પાઈપ ફટકાર્યો ત્યારે એણે કોઈ ખાસ રીએક્શન નહોતું આપ્યું. એ બસ એટલું જ બોલ્યો હતો :

`તું મને મારવા માગતો હોય તો આઈ ડોન્ટ કેર, ગો અહેડ એન્ડ કિલ મી!’

જેફરી જેવું જીવ્યો, જેવું ક્રૂર આચરણ કર્યું એના કારણે એની મનોસ્થિતિ માનસશાસ્ત્રીઓ માટે આજે ય એનો પેચીદો કેસ એક સ્ટડીરૂપે કોયડો બની રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button