ઉફ્ફ, આ અવતારમાં કેટરિનાએ કરી છે ટાઈગર થ્રીમાં ફાઈટ
ટાઇગર-3ના ટ્રેલરમાં ઉડીને આંખે વળગે તેવું એક દ્રશ્ય છે ફિલ્મ અભિનેત્રી કેટરીના કૈફનો ટાવલ ફાઇટ સીન. ટ્રેલરમાં તો થોડી જ સેકન્ડ પૂરતું આ દ્રશ્ય છે, પરંતુ કેટરીના આ દ્રશ્યમાં આખરે કોની સાથે ટુવાલ ફાઇટ કરી રહી છે તે સવાલ સૌકોઇના મનમાં હતો. આ અભિનેત્રી હોલીવુડની છે અને તેનુ નામ છે મિશેલ લી. તેણે ઘણી ફેમસ હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. બ્લેક વિડોમાં સ્કારલેટ જોહાન્સન સાથે, પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં જ્હોની ડેપ સાથે, બુલેટ ટ્રેનમાં બ્રાડ પિટ અને વેનોમમાં ટોમ હાર્ડી સાથે તેણે કામ કર્યું છે. હવે તેઓ સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત એક્શન ફિલ્મ ટાઇગર-3માં દેખાશે.
ટાઇગર-3ની કદાચ સૌથી વાઇરલ સિકવન્સ છે તેની ટાવલ ફાઇટની સિકવન્સ. ટ્રેલર રિલીઝ થયા બાદ આ સિકવન્સ મોટાપાયે ટોકિંગ પોઇન્ટ બની ગયો હતો. મિશેલે ખુલાસો કર્યો હતો કે કેટરીના અને તેમણે સીનના એક્ચ્યુઅલ શૂટિંગ પહેલા 2 અઠવાડિયા સુધી તેનું રિહર્સલ કર્યું હતું. તેણે તેના અનુભવને એપિક ગણાવ્યો હતો. તેમણે કેટલાક અઠવાડિયા સુધી પ્રેકટિસ કરી હતી અને તેને રિશૂટ કર્યું. સેટ ડિઝાઇન ભવ્ય હતી અને શૂટિંગમાં ઘણી મજા આવી, તેમ મિશેલે જણાવ્યું હતું.
સૌથી મોટી ચેલેન્જ હતી ટુવાલ સંભાળવાની! જો કે શૂટિંગ કરતી વખતે અમે તેને પિનઅપ પણ કર્યું હતું અને તેનાથી ઘણી મદદ મળી. મિશેલે કેટરીના કૈફની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે કેટરીના સંપૂર્ણ પ્રોફેશનલ રહી છે અને તેના કામ પ્રત્યેના સમર્પણનો ફાયદો મને પણ મળ્યો. બધુ વ્યવસ્થિત રીતે પાર પડે એ માટે તેણે પણ સેટ પરના તમામ લોકોની જેમ સખત મહેનત કરી હતી. અમે બંનેએ ઘણો પરસેવો પાડ્યો! તેમ મિશેલે ઉમેર્યું હતું.