પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કફોડી કોઇ મદદ માટે તૈયાર નહિ, પીએમ શાહબાઝ શરીફે સ્વીકારી આ બાબત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત નબળી પડી રહી છે. તેમજ ભારત સાથે લશ્કરી અથડામણ બાદ હવે હાલત વધુ કફોડી બની રહી છે. આ બાબતનો હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સ્વીકાર કર્યો છે. તેમણે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને સંબોધતા તેમણે સ્વીકાર્યું કે હવે પાકિસ્તાનના નજીકના મિત્રો પણ દેશને આર્થિક મદદ કરવાથી પાછળ હટી રહ્યા છે.
શાહબાઝ શરીફે કહ્યું, ચીન પાકિસ્તાનનો સૌથી જૂનો મિત્ર છે. સાઉદી અરેબિયા, તુર્કી, કતાર અને યુએઈ અમારા સૌથી વિશ્વસનીય મિત્રો છે.પરંતુ હવે આ દેશો અપેક્ષા રાખે છે કે અમે તેમની સાથે વેપાર, નવીનતા, શિક્ષણ, આરોગ્ય અને રોકાણ જેવા ક્ષેત્રોમાં ભાગીદારી કરીએ અને ફક્ત મદદ માંગવા માટે નહીં. તેમણે એમ પણ કહ્યું કે હવે આ દેશો પાકિસ્તાન પાસેથી પરસ્પર ફાયદાકારક કરારોની અપેક્ષા રાખે છે. હવે એકતરફી સહાય શકય નથી.
આપણ વાંચો: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આખરી સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂરખાન એરબેઝને ભારે નુકસાન
સમગ્ર દેશે આર્થિક સુધારાની જવાબદારી લેવી પડશે
આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો ઉલ્લેખ કરતા શાહબાઝ શરીફે કહ્યું, હું અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર આ આર્થિક બોજ ઉઠાવનારા છેલ્લા લોકો છીએ. હવે આ બોજ સમગ્ર રાષ્ટ્રના ખભા પર છે. આ નિવેદન સાથે તેમણે સંકેત આપ્યો કે હવે ફક્ત સરકાર કે સેના જ નહીં પરંતુ સમગ્ર દેશે આર્થિક સુધારાની જવાબદારી લેવી પડશે.
શાહબાઝ શરીફે આ પૂર્વે પણ કબૂલાત કરી હતી
આ પ્રથમ વાર નથી જ્યારે શાહબાઝ શરીફે પાકિસ્તાનની આર્થિક દુર્દશા સ્વીકારી છે. આ અગાઉ પણ તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન હોવા છતાં તેઓ ભીખનો કટોરો લઈને દુનિયાભરમાં ફરવા માંગતા નથી.
પાકિસ્તાનને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ તરફથી નાણાકીય મદદ મળી છે. પરંતુ દેશની ગંભીર આર્થિક પરિસ્થિતિને સ્થિર કરવા માટે પૂરતી નથી.પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કફોડી કોઇ મદદ માટે તૈયાર નહિ, પીએમ શાહબાઝ શરીફે સ્વીકારી આ બાબત
આપણ વાંચો: પાકિસ્તાનના પીએમની હવે ઈરાનમાં આજીજી, કહ્યું ભારત સાથે મંત્રણા માટે તૈયાર…
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત નબળી પડી રહી છે. તેમજ ભારત સાથે લશ્કરી અથડામણ બાદ હવે હાલત વધુ કફોડી બની રહી છે. આ બાબતનો હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સ્વીકાર કર્યો છે. તેમણે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને સંબોધતા તેમણે સ્વીકાર્યું કે હવે પાકિસ્તાનના નજીકના મિત્રો પણ દેશને આર્થિક મદદ કરવાથી પાછળ હટી રહ્યા છે.
શાહબાઝ શરીફે કહ્યું, ચીન પાકિસ્તાનનો સૌથી જૂનો મિત્ર છે. સાઉદી અરેબિયા, તુર્કી, કતાર અને યુએઈ અમારા સૌથી વિશ્વસનીય મિત્રો છે.પરંતુ હવે આ દેશો અપેક્ષા રાખે છે કે અમે તેમની સાથે વેપાર, નવીનતા, શિક્ષણ, આરોગ્ય અને રોકાણ જેવા ક્ષેત્રોમાં ભાગીદારી કરીએ અને ફક્ત મદદ માંગવા માટે નહીં. તેમણે એમ પણ કહ્યું કે હવે આ દેશો પાકિસ્તાન પાસેથી પરસ્પર ફાયદાકારક કરારોની અપેક્ષા રાખે છે. હવે એકતરફી સહાય શકય નથી.
આપણ વાંચો: પાકિસ્તાની સાંસદે શાહબાઝ શરીફને કાયર ગણાવ્યાં, કહ્યું – તેઓ મોદીનું નામ લેતા પણ…
સમગ્ર દેશે આર્થિક સુધારાની જવાબદારી લેવી પડશે
આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો ઉલ્લેખ કરતા શાહબાઝ શરીફે કહ્યું, હું અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર આ આર્થિક બોજ ઉઠાવનારા છેલ્લા લોકો છીએ. હવે આ બોજ સમગ્ર રાષ્ટ્રના ખભા પર છે. આ નિવેદન સાથે તેમણે સંકેત આપ્યો કે હવે ફક્ત સરકાર કે સેના જ નહીં પરંતુ સમગ્ર દેશે આર્થિક સુધારાની જવાબદારી લેવી પડશે.
શાહબાઝ શરીફે આ પૂર્વે પણ કબૂલાત કરી હતી
આ પ્રથમ વાર નથી જ્યારે શાહબાઝ શરીફે પાકિસ્તાનની આર્થિક દુર્દશા સ્વીકારી છે. આ અગાઉ પણ તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન હોવા છતાં તેઓ ભીખનો કટોરો લઈને દુનિયાભરમાં ફરવા માંગતા નથી. પાકિસ્તાનને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ તરફથી નાણાકીય મદદ મળી છે. પરંતુ દેશની ગંભીર આર્થિક પરિસ્થિતિને સ્થિર કરવા માટે પૂરતી નથી.