આમચી મુંબઈ
મરાઠા આરક્ષણના વિરોધી વકીલની બે કારની તોડફોડ
મુંબઈ: મરાઠા આરક્ષણના વિરોધી વકીલ ગુણરત્ન સદાવર્તેની બે કારની કથિત તોડફોડ કરવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પરેલ વિસ્તારમાં ગુરુવારે સવારે ૬.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ત્રણ જણે વકીલની બે લક્ઝરી કારના કાચ તોડ્યા હતા અને મરાઠા સમુદાયના સમર્થનમાં તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ ઘટના બાદ સદાવર્તેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરી ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયને બાદમાં કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. (પીટીઆઇ)