આમચી મુંબઈ

હિંગોલીમાં યુવકની આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં મરાઠા ક્વોટાના મુદ્દાનો ઉલ્લેખ

છત્રપતિ સંભાજીનગર: હિંગોલી જિલ્લામાં ૨૫ વર્ષના યુવકે ગુરુવારે આત્મહત્યા કરી હતી અને મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માગ સાથે ચાલી રહેલા આંદોલન સાથે તેના અંતિમ પગલાને જોડતી ચિઠ્ઠી છોડી હતી.

અખાડા બાલાપુર ગામમાં ગુરુવારે સવારે કૃષ્ણા કલ્યાણકર નામના યુવકે તેના ખેતરમાં વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો હતો. કલ્યાણકર સવારે સાત વાગ્યે ખેતરમાં આવ્યો હતો અને તેની આત્મહત્યા અંગેની જાણ પોલીસને સવારે ૯.૩૦ વાગ્યે કરવામાં આવી હતી.

કલ્યાણકરના ખિસ્સાંમાથી પોલીસને સ્યુસાઇડ
નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે મરાઠા
આરક્ષણને કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. કલ્યાણકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં
મોકલી આપ્યા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ
આદરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button