ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: તારીખોની જાહેરાત પહેલાં તૈયારીઓનો ધમધમાટ

અમદાવાદ: ચૂંટણી પંચ ટૂંક સમયમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી શકે છે, જેના માટે તાડમાર તૈયારીઓ કરવામાં આવી છે. આજે બુધવારે સાંજે રાજ્ય ચૂંટણી પંચ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાશે, જેમાં ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય, મધ્યસત્ર, વિભાજન કે પેટા ચૂંટણી યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજે 4 થી 6 દરમિયાન આ બેઠક યોજાશે. બેઠકમાં મતદાન મથકોની તૈયારી, સ્ટાફની નિયુક્તિ, ચૂંટણી માટેના મટીરીયલના ટેન્ડર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં નોડલ અધિકારીઓ, રિટર્નિંગ ઓફિસર્સ (AR) અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સ (ARO)ની અપોઈન્ટમેન્ટ, પોલીસ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવો તથા તમામ મતદાન મથકોની ફિઝિકલ ચકાસણી કરવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવશે.
બેઠક દરમિયાન રાજ્યના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે. ચૂંટણી માટે જરૂરી બેલેટ પેપર છાપવા માટે પ્રિન્ટિંગ પ્રેસની પસંદગી, તેની કેપેસીટી અને સિક્યોરીટીની સમીક્ષા પર પણ ચર્ચા કરવામાં આવશે. બેઠક પણ એ પણ માહિતી લેવામાં આવશે કે ચૂંટણીલક્ષી મટીરીયલ અને સ્ટેશનરીની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે કે નહીં.
આ પણ વાંચો….રાજ્યસભામાં બદલાશે સમીકરણો: તમિલનાડુ-આસામની ચૂંટણીથી વિપક્ષની તાકાત વધશે…