નેશનલ

બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત: POCSO કેસ બંધ, પણ મુશ્કેલી હજુ યથાવત્

નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ના ના ભૂતપૂર્વ વડા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને કોર્ટે મોટી રાહત આપી છે. પટિયાલા હાઉસ કોર્ટે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ(POCSO) એક્ટ હેઠળ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાલી રહેલા એક કેસને બંધ (Court closed case against Brijbhushan Singh) કરી દીધો છે.

બ્રિજભૂષણ શરણ સિંહ સામે એક સગીર વયની મહિલા કુસ્તી ખેલાડીઓના જાતીય સતામણીનો આરોપ હતો. દિલ્હી પોલીસે 15 જૂન, 2023 ના રોજ મહિલા ખેલાડી દ્વારા દાખલ કરાયેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. આજે સોમવારે પટિયાલા હાઉસ આ ક્લોઝર રિપોર્ટને કોર્ટે સ્વીકાર્યો હતો.

આ પણ વાંચો: સરકારના નિર્ણય મુદ્દે બ્રિજભૂષણ શરણ સિંહે આપ્યું મોટું નિવેદન, સંજય સિંહ મારા

સગીરાના પિતાએ નિવેદન બદલ્યું:

દિલ્હી પોલીસની તપાસ દરમિયાન પીડિતાના પિતાએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે તેમણે છોકરી સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે બ્રિજભૂષણ સિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે બ્રિજભૂષણ સિંહ સામેના POCSO એક્ટ હેઠળના કેસને પડતો મૂકવાની ભલામણ કરી હતી.

આ પણ વાંચો: બ્રિજભૂષણ શરણ સિંહે કેમ કહ્યું કે તો શું મારે મારી જાતને ફાંસી આપી દેવી જોઈએ…..

કોર્ટમાં સુનાવણી દરમિયાન, ફરિયાદી દ્વારા દિલ્હી પોલીસના ક્લોઝર રિપોર્ટનો વિરોધ કર્યો ન હતો. 1 ઓગસ્ટ, 2023 ના રોજ સુનાવણી દરમિયાન પીડિતા અને તેના પિતાએ કેસમાં પોલીસના ક્લોઝર રિપોર્ટ સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો અને પોલીસ તપાસ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

બ્રિજભૂષણ સામે હજુ પણ કેસ પેન્ડીંગ:

પટિયાલા હાઉસ કોર્ટે આ એક બંધ કર્યો છે, પરંતુ હાલું બ્રિજભૂષણ સિંહ અમે અન્ય ઘણા કેસ નોંધાયેલા છે. છ મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા એક અલગ કેસમાં તેમના પર જાતીય સતામણી અને પીછો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે બ્રિજભૂષણ સિંહ સતત આ આરોપોને નકારી રહ્યા છે.

પટિયાલા હાઉસ કોર્ટે રાહત આપ્યા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે પોક્સો એક્ટ રદ કરવામાં આવ્યો છે તે એક મોટી રાહત છે. સત્યનો વિજય થયો છે, સત્ય ક્યારેય હારતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button