નેશનલ

શાહજહાંપુર મેડિકલ કોલેજમાં ગેસ લીકેજ થતા લોકોના શ્વાસ રૂંધાયા, ભાગદોડમાં એકનું મોત

શાહજહાંપુર ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આવેલી સરકારી મેડિકલ કોલેજમાં ગેસ લીકેજની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગેસ લીક થયો હોવાથી દર્દીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી હતી. સમગ્ર બાબતને ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી હતી.

ભાગદોડ દરમિયાન હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું મોત

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, ગેસ લીકેજ થયો હોવાથી લોકોના શ્વાસ રૂંધાયા હતા જેથી દર્દીઓાં ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડ દરમિયાન હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું ભીડમાં કચડાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખાસ સ્પ્રેનો છંટકાવ કરીને ગેસની અસર ઓછી કરી દેવામાં આવ્યું છે, પરંતુ ગેસને કારણે તેમને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

ગેસ લીકેજના કારણે શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી

આ મામલે લોકોનું કહેવું છે કે, ઓપરેશન થિયેટરમાંથી ગેસનો ધુમાડો નીકળ્યો હતો. આ પછી અંધાધૂંધી મચી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે શાહજહાંપુરના ડીએમ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે ઘટના અંગે વિગતો આપતા કહ્યું કે, ઓપરેશન થિયેટરમાંથી ગેસ લીક થયો હતો. ગેસ શા કારણે લીક થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં ડીએમ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, આ ઘટનામાં જેની પણ બેદરકારી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

4 વાગ્યે ઓપરેશન થિયેટરમાંથી ગાઢ ધુમાડો નીકળ્યો

સમગ્ર ઘટનાની વિગેત વાત કરવામાં આવે તો, આ ઘટના પંડિત રામ પ્રસાદ બિસ્મિલ સરકારી મેડિકલ કોલેજમાં બની હતી. જ્યાં લગભગ 4 વાગ્યે ઓપરેશન થિયેટરમાંથી ગાઢ ધુમાડો નીકળ્યો. જેના કારણે દર્દી અને તેના સંબંધીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. એટલું જ નહીં પરંતુ ભાગદોડમાં એક દર્દીનું મોત થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર સ્થિતિ પર કાબૂ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button