અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતનો દેશના સૌથી વધુ ગરમી સંવદેનશીલ રાજ્યમાં સમાવેશ, ઉનાળામાં ગરમ રાતની સંખ્યા વધી

અમદાવાદઃ ગુજરાતીઓ માટે ઉનાળાની ગરમી મોટી વાત નથી પરંતુ 2025માં ગરમીએ તમામ હદ પાર કરી હતી. ગુજરાતમાં ઉનાળા દરમિયાન ગરમ રાતોમાં વધારો થયો હતો. જેને લઈ ગુજરાત ભારતનાં સૌથી વધુ ગરમી સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક બન્યું હતું. ગરમીના કારણે ગુજરાતમાં માનવ જાત પર પણ મોટી અસર જોવા મળી હતી. કાર્ડિયોવાસ્ક્યુલર, ચામડીનું રીએકશન, મેન્ટલ હેલ્થ, હીટ સ્ટ્રોક, ડીહાઈડ્રેશન, ઈમ્યુન સિસ્ટમ ખોરવાઈ જવી સમસ્યાઓ જોવા મળી હતી.

ગુજરાતની ગરમીની પ્રોફાઇલ કયા રાજ્ય જેવી?

રિપોર્ટ પ્રમાણે, ગુજરાતન આંધ્રપ્રદેશ, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રથી સહેજ જ પાછળ છે. આ ચાર રાજ્યોના તમામ જિલ્લાઓ સૌથી વધુ જોખમવાળા ઝોનમાં આવે છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતની ગરમીની પ્રોફાઇલ હવે રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ કરતાં પણ વધી ગઈ છે. 2012-22ના દાયકમાં રાજ્યમાં ખૂબ ગરમ દિવસોની સરખામણીમાં ખૂબ જ ગરમ રાતની સંખ્યામાં વધારો થયો હતો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, સમાન સમયગાળામાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત ઘટ્યો હતો.

ગુજરાતના કયા જિલ્લાનો હાઈ રિસ્ક કેટેગરીમાં સમાવેશ

ગુજરાતમાં કચ્છ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, અને તાપી જિલ્લાનો હાઈ રિસ્ક કેટેગરીમાં સમાવેશ થયો હતો. માત્ર ડાંગ જિલ્લો જ મધ્યમ કેટેગરીમાં હતો. રિપોર્ટ પ્રમાણે, 2012-2022 દરમિયાન ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ખૂબ ગરમ દિવસોની સંખ્યામાં પણ વધારો થયો હતો. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ દિવસોની સંખ્યા 9 થી 12નો વધારો થયો હતો. જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં ગરમ દિવસોની સંખ્યા 6 થી 9 વધી હતી. રિપોર્ટમાં અમદાવાદનો ઉલ્લેખ ખૂબ ઊંચા ગરમીના જોખમ ધરાવતા જિલ્લાઓ પૈકી એક તરીકે કરવામાં આવ્યો હતો.

રિપોર્ટની ખાસ વાતો

ગુજરાત ગરમીનું સૌથી વધુ જોખમ ધરાવતાં રાજ્યોના હિટ રિસ્ક ઈન્ડેક્સમાં બીજા સ્થાને
ગુજરાતના 76 ટકા જિલ્લા ખૂબ વધારે જોખમ ધરાવતાં કેટેગરીમાં
રાજ્યના 21 ટકા જિલ્લા વધુ જોખની કેટેગરીમાં
એક દાયકામાં રાજ્યમાં ઉનાળા દરમિયાન ગરમ રાતની સંખ્યામાં 6 થી 12 દિવસનો વધારો

આ પણ વાંચો…ગરમીને લીધે ત્વચાનો ગ્લો ગાયબ થઈ ગયો છે? તો આ નુસ્ખો અજમાવી જૂઓ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button