કોણ છે ભારત માટે સૌથી મોટો ખતરો? અમેરિકન ખાનગી રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો…

નવી દિલ્હીઃ ભારત વિશ્વમાં શાંતિ સ્થપાય તેવું ઇચ્છે છે, પરંતુ બીજા ઘણાં એવા દેશો છે, જેમને શાંતિ પ્રિય નથી. વાત એ છે કે, ભારતનું દુશ્મન માત્ર પાકિસ્તાન નથી, ચીનથી પણ ભારતને એટલો જ ખતરો છે. ચીન ભારતને પાયમાલ કરવા માટે છુપી રીતે પ્રયત્ન પણ કરી રહ્યું છે. આવું અમેરિકાના એક ખાનગી રિપોર્ટમાં દ્વારા જાણવા મળ્યું છે. આ રિપોર્ટમાં ચીનની વિસ્તરણવાદી નીતિ અને ભારત સામેના તેના વ્યૂહાત્મક પડકાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચાલો તેની વિગતે ચર્ચા કરીએ…

પીપલ્સ લિબરેશન આર્મી ભારત માટે ચિંતાનો વિષય બની શકે?
ચીન ભારતને પોતાનો મુખ્ય હરીફ માને છે. કારણ કે, અત્યારે ભારત દરેક દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. મોટા ભાગની વસ્તુઓનું ભારત જાતે ઉત્પાદન કરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ચીન પાકિસ્તાનને પણ પોતાના નિયંત્રણ હેઠળ રાખવા માંગે છે. જેના કારણે તે ભારત પર દબાણ કરી શકે છે. જેનું ઉદાહરણ તાજુ જ છે. ચીને જાહેરમાં કહ્યું હતું કે તે પાકિસ્તાનને સમર્થન આપશે. વિગતો એવી પણ સામે પ્રકાશમાં આવી છે કે, ચીન પોતાની પીપલ્સ લિબરેશન આર્મીને મ્યાનમાર (બર્મા), પાકિસ્તાન અને શ્રીલંકા જેવો દેશોમાં સ્થાપિત કરવાનો વિચાર કરી રહી છે. ચીન આવું કરે છે તો ભારત માટે ચિંતાનો વિષય છે. કારણ કે, આ દરેક દેશો ભારતની સીધી દરિયાઈ અને જમીન સરહદોની નજીક છે.

હિંદ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા માંગે છે ચીન
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ચીન હિંદ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમેરિકન રિપોર્ટ પ્રમાણે ચીન આવું કરીને વિશ્વમાં પોતાની સૈન્ય શક્તિને ફેલાવી રહ્યું છે. જેના કારણે ભારતની સુરક્ષા પર અસર થવાની છે. જેથી ભારત પણ સતર્ક છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંરક્ષણ ભાગીદારીને પ્રાથમિકતા આપી રહ્યું છે. જેમાં લશ્કરી કવાયતો, તાલીમ, શસ્ત્રોનું વેચાણ અને માહિતીની આપ-લેનો સમાવેશ થાય છે. આ સાથે સાથે ભારતે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ત્રિપક્ષીય જોડાણ પણ વધાર્યું છે અને ક્વાડ, બ્રિક્સ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) અને ASEAN જેવા બહુપક્ષીય મંચો પર સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ
ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબર 2024માં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાના બે વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા પર સંમતિ થઈ હતી પરંતુ ચીનને તેનું પાલન કર્યું નથી. આ સીમા વિવાદ હજી પણ યથાવત જ છે. ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને મિસાઈલો દ્વારા ઠાર કર્યાં હતાં. જેથી પાકિસ્તાને પણ ભારત પર હુમલો કર્યો હતો. મહત્વની વાત એ છે કે, પાકિસ્તાનની સૈન્ય શક્તિ ચીનની ટેક્લોનોજી પર નિર્ભર છે. પાકિસ્તાન ચીનની મદદથી હથિયારો બનાવી રહ્યું છે.

આર્થિક અને સંરક્ષણ હિત માટે રશિયાનો સાથ જરૂરી
રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, ભારત રશિયા સાથેના સંબંધો એટલા માટે સાચવી રહ્યું છે કેમ કે, આર્થિક અને સંરક્ષણ હિત માટે જરૂરી છે. ભારતે રશિયા પાસેથી લશ્કરી સાધનોની નવી ખરીદીમાં ઘટાડો કર્યો હોવા છતાં, ભારતને હજુ પણ રશિયન બનાવટના ટેન્ક અને ફાઇટર જેટના મોટા સ્ટોકને જાળવવા માટે રશિયન સ્પેરપાર્ટ્સ પર આધાર રાખવો પડે છે. જેથી ચીન ત્યાં પણ પગપેસારો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો કે, અત્યાર સુધીમાં તો રશિયાએ ભારતનો જ સાથ આપ્યો છે.

2025માં પણ ભારતે ‘મેડ ઈન ઇન્ડિયા’ પર વધારે ભાર મુક્યો
ભારતે આ વર્ષે પણ મેડ ઈન ઇન્ડિયા પર વધારે ભાર આપ્યો છે, જેના કારણે ઘરેલું રક્ષા ઉદ્યોગનો વિકાસ થાય અને હથિયારો આયાત કરવાની સમસ્યા ઓછી થાય. ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ અગ્નિ-I પ્રાઇમ મીડિયમ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (MRBM) અને અગ્નિ-V મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ (MIRV) નું પરીક્ષણ કર્યું. ભારતે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર રહેવાની થવાની જરૂર છે. રિપોર્ટના આંકડા પ્રમાણે ચીન ભારતને તોડવા માટે ગમે તે હદ સુધી પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ સામે ભારતે પણ સતર્કતા રાખી છે.
આપણ વાંચો : અફઘાનિસ્તાન-ચીન-પાકિસ્તાન એક સાથે! CPEC મામલે ભારતની ચિંતા વધી