CSK vs GT: શું આજે ધોનીની છેલ્લી IPL મેચ? ટોસ બાદ આપ્યું ચોંકાવનારુ નિવેદન

અમદાવાદ: ભારતનો દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વર્ષ 2020માંથી નિવૃત્તિ લીધા બાદ માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં જ રમતો જોવા મળે છે. હાલ 43 વર્ષીય એમ એસ ધોની IPL 2025માં CSKની કમાન સાંભળી રહ્યો છે. ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે તે આ સિઝન બાદ IPLમાંથી નિવૃત્તિ લઇ શકે છે.
આજે, રવિવાર, 25 મેના રોજ, ગુજરાત ટાઇટન્સ સામે રમાઈ રહેલી મેચમાં ટોસ દરમિયાન, ધોનીએ કંઈક એવું કહ્યું જે તેના ચાહકોને ચોંકાવી શકે છે. ધોનીએ કહ્યું કે ‘દર વર્ષે મેદાનમાં પાછા ફરવું એક પડકાર જેવું લાગી રહ્યું છે’.
આપણ વાંચો: IPL મેચ ફિક્સિંગ મામલે પૂર્વ IPSને રાહત, સુપ્રીમ કોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ પાઠવી
હાલ CSK આ સિઝનની છેલ્લી મેચ રમી રહી છે, ત્યારે એવી અટકળો ચાલી રહી છે ધોની આ છેલ્લી IPL મેચ રમી રહ્યો છે? અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને CSKની મેચ રમાઈ રહી છે. આ મેચના ટોસ દરમિયાન ધોનીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
ધોનીએ ભવિષ્ય અંગે કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. તેણે કહ્યું છે કે તે આગામી આઠ મહિનાનો ઉપયોગ તે જોવા માટે કરશે કે તે આગામી વર્ષ માટે તૈયાર છે કે નહીં.
આપણ વાંચો: 14 વર્ષના સૂર્યવંશીએ 43 વર્ષના ધોનીને પગે લાગીને આશીર્વાદ લીધા…
આ મેચ પહેલા ટોસ માટે GT ના કેપ્ટન શુભમન ગિલ અને CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર આવ્યા હતાં. ધોનીએ ટોસ જીત્યો અને તેણે ટીમ માટે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ દરમિયાન પિચ અને હવામાન વિશે વાત કર્યા પછી, ધોનીએ તેની ટીમની સ્થિતિ પણ જણાવી.
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે તેનું શરીર હજુ પણ કામ કરી રહ્યું છે. જો કે દર વર્ષે એક નવો પડકાર આવે છે અને તેને જાળવવા માટે ઘણી બધી કાળજી રાખવી પડે છે. ધોનીએ આગળ કહ્યું કે જ્યારે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો હતો, ત્યારે મને આટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો ન હતો.
મહેન્દ્ર સિંહ ધોની IPLની આગામી સીઝનમાં રમશે કે નહીં તે અંગે તેમણે કોઈ નિવેદન આપ્યું નથી. ધોની હંમેશા કહેતો આવ્યો છે કે આ વિશે ચોક્કસ કઈ કહેવું યોગ્ય નથી, તેનું શરીર પર તે સમયે કેવી રીતે સાથ આપે છે તેના પર નિર્ભર છે.