જ્યોતિ જાસૂસી કાંડમાં નવો ખુલાસો, યુ-ટ્યુબર સાથે મળીને કરતી હતી દુશ્મન દેશની વકીલાત

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ જાસૂસીના આરોપમાં પકડવામાં આવેલી જ્યોતિ મલ્હોત્રાની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમાં રોજ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તે પાકિસ્તાનના જાણીતા યુ ટ્યુબર જીશાન હુસૈન સાથે સંપર્કમાં હતી. બંનેએ સાથે મળીને પાકિસ્તાનની છબીને સકારાત્મક બતાવતા વીડિયો પોસ્ટ કર્યા હતા.
લાહોમાં રહેતો જીશાન હુસૈન જાણીતો પાકિસ્તાની યુ ટ્યુબર છે. જેના વીડિયોમાં પાકિસ્તાનના ભારત પ્રત્યેના સદ્ભાવ અને ધાર્મિક સ્થળોની સંરક્ષણ નીતિને બતાવવામાં આવે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતાં અત્યારની વિશ્વ સ્તરે નોંધ લેવામાં આવે છે. આ દરમિયાન જીશાન અને જ્યોતિએ વીડિયોમાં પાકિસ્તાનને એક સહિષ્ણુ અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશ તરીકે રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: જાસૂસી કેસ: કન્ટેન્ટ ક્રિએટર જ્યોતિ મલ્હોત્રાના રિમાન્ડમાં 4 દિવસનો વધારો
વીડિયોનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાન બદલાઈ રહ્યું હોવાનું બતાવવાનો હતો. પહલગામ હુમલાના બે મહિના પહેલા જ્યોતિ ધાર્મિક વિઝા પર પાકિસ્તાન ગઈ હતી. જ્યાં તેણે કતાશરાજ મંદિરમાં જીશાન સાથે મુલાકાત કરી હતી. બંનેએ પોસ્ટ કરેલા વીડિયોમાં પાકિસ્તાનની સાંસ્કૃતિક સહિષ્ણુતા દર્શાવી હતી. એજન્સીઓને જ્યોતિના ફોનમાંથી ડિલિટ કરવામાં આવેલી ચેટ અને ફોટો ડેટા રિકવરીમાં અનેક પાકિસ્તાની ઓપરેટિવ સાથે સંપર્કનો સંકેત મળ્યો છે. જેમાં બોર્ડર ડિપ્લોયમેંટ, અટારી સરહદની સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા સંબંધિત જાણકારી શેર કરી હોવાની શંકા છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા જ્યોતિએ જીશાન સાથે અટારી બોર્ડર સહિત બોર્ડર ડિપ્લોયમેંટ અંગે કોઈ જાણકારી શેર કરી હતી કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જે 2 પાકિસ્તાની ઓપરેટિવ્સ સાથે જ્યોતિએ અલી હસન દ્વારા મુલાકાત કરી હતી ત્યાં જીશાન આવ્યો હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: યુટ્યુબર્સ સાવધાન! જ્યોતિ જાસૂસી કાંડ બાદ કન્ટેન્ટ પર કડક નિયંત્રણ આવશે
જ્યોતિ પાસેથી પાકિસ્તાનમાં મોટા ભાગના લોકો સાથે ચેટીંગ કરવાની વાત સામે આવી છે. જ્યોતિએ કહ્યુ છે કે, તે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનમાં રહેનારા લોકો સાથે વાત કરતી હતી અને સંવેદનશીલ માહિતીઓની આપ-લે કરતી હતી. પોલીસ હાલ જ્યોતિના બેંક ખાતાની તપાસ કરી રહી છે. જેમાં દુબઇમાં થયેલા નાણાંના ટ્રાન્સફર અંગે માહિતી મળી છે. તેણે કબુલ્યુ છે કે, તે પાકિસ્તાની અધિકારીઓના ઇશારે કામ કરતી હતી.