મનોરંજન

ભોપાલ ગેસ ટ્રેજેડી પર બની વેબ સિરીઝ, આર માધવન, કેકે મેનન સહિત એક્ટર્સની દમદાર સ્ટારકાસ્ટ જોવા મળશે

ભોપાલ ગેસ ટ્રેજેડી પર આધારિત વેબ સિરીઝ ‘ધ રેલ્વે મેન’ ખૂબ જ જલ્દી પ્રખ્યાત OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. વેબ સિરીઝના મેકર્સે હાલમાં જ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. સાથે જ તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. ‘ધ રેલ્વે મેન’માં આર માધવન સિવાય દિવ્યેંદુ શર્મા, કેકે મેનન અને બાબિલ ખાન જેવી દમદાર સ્ટારકાસ્ટ જોવા મળશે.

આ વેબ સિરીઝનું પુરૂ નામ ‘ધ રેલ્વે મેન- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ભોપાલ 1984’છે. જે 4 એપિસોડમાં પ્રસારિત થશે. આ વેબસિરીઝ 4 એવા લોકોની વાર્તા છે જે આ ટ્રેજેડીમાં લોકોનો જીવ બચાવી રહ્યા છે. આ સીરિઝ 18 નવેમ્બર 2023ના રોજ સ્ટ્રીમ થશે.

વર્ષ 1984માં બનેલી ભોપાલ ગેસ દુર્ઘટના દેશની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના છે જેના જખમો 37 વર્ષ બાદ પણ તાજા છે. ભોપાલમાં આવેલી યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં મિથાઇલ આઇસોસાઇનેટ ગેસ લીક થવાના કારણે સર્જાયેલી આ દુર્ઘટનામાં ગણતરીના કલાકોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button