ઉત્સવ

વિશેષ પ્લસ: કાચબા કેમ થઈ રહ્યાં છે ગાયબ?

-કે.પી.સિંહ

અમેરિકન ટોર્ટોઈઝ રેસ્ક્યુ દ્વારા 23 મેએ વર્લ્ડ ટર્ટલ ડે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની શરૂઆત 23 મે 2000માં થઈ હતી. કેલિફોર્નિયાના માલીબુ શહેરમાં રહેતી આ સંસ્થાની સંસ્થા પર સુઝાન ટેલમેલે આ દિવસની શરૂઆત કરાવી હતી. લોકોમાં કાચબાઓ પ્રત્યે સભાનતા અને જાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે. કાચબાઓના થતાં શિકાર અને બદલાતા પર્યાવરણની અસર તેમની પ્રજાતિ પર પડી રહી છે. આ દિવસ મનાવવાનો હેતુ એ છે કે કઈ રીતે કાચબાની પ્રજાતિને સુરક્ષિત રાખી શકાય?

આજે સ્થિતિ એવી છે કે કાચબા અને મગરો લુપ્તપ્રાય જીવ થઈ ગયા છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીએ કરેલા એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે કાચબા અને મગરોને લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે મૂલ્યાંકિત કરવામાં આવે છે. એમાંથી 13 ટકા અનોખા જીવ પણ ગાયબ થઈ શકે છે.

વિશ્ર્વભરના કાચબાની પ્રજાતિઓ પર તોળાતું જોખમ મુખ્યત્વે તેમના રહેવાના સ્થળ પર પણ મંડરાય છે. સાથે જ જળવાયુ પરિવર્તનને કારણે, ઉપરાંત વેપાર માટે થતાં તેમના શિકારને કારણે પણ તેમના અસ્તિત્વ પર જોખમ છે. કાચબા અનેક વર્ષો સુધી જીવિત રહે છે, પરંતુ હવે તેમની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

શહેરીકરણ, ઘટતાં જંગલો, પ્રદૂષણને કારણે કાછબા પર અસર થઈ છે. કાચબાને પકડીને તેમની તસ્કરી કરવામાં આવે છે અને તેમને કેદ કરી રાખવામાં આવે છે. જે લોકોને કાચબાના અસ્તિત્વની ચિંતા છે તેમણે તેમના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. સાથે જ તેમનાં બનાવેલાં ઉત્પાદનો ન ખરીદવા જોઈએ.

યુનાઈટેડ કિંગડમ સ્થિત વર્લ્ડવાઇડ ટ્રેડ મોનિટરિંગ નેટવર્ક ઑફ ધ ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઑફ નૅચર સાથે જોડાયેલી સંસ્થા ટ્રાફિક ઈન્ડિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે કાચબાની દેશી 29માંથી 25 પ્રજાતિઓના ગેરકાયદે શિકાર અને કાર્યવાહીને કારણે તેમનું અસ્તિત્વ ખતરામાં છે. ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળ જેવાં સીમાવર્તી રાજ્યોના માધ્યમથી એની બેફામ તસ્કરી થઈ રહી છે. આવી તસ્કરી માટે મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લુરુ જેવા ઍરપોર્ટ પ્રખ્યાત થઈ ગયા છે. તાજા પાણીના ટર્ટલને ભારતમાં રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. માથા પર લાલ મુકુટધારી કાચબાને ગંભીર જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળ એની તસ્કરી માટે મોખરે છે. એવા અનેક કેસ ઉજાગર થયા છે.

આ પણ વાંચો…વિશેષ પ્લસ : વિશ્વના પ્રાચીન ગ્રંથોની ધરા તો ભારત છે તો… આપણે સર્જનાત્મક સુપરપાવર કેમ નથી?

ધરતી પરના કાચબાની વિવિધ પ્રજાતિઓ પર મંડરાતું જોખમ વૈજ્ઞાનિકો માટે પણ ચિંતાનો વિષય છે. લગભગ બસો વર્ષ સુધી જીવિત રહેનારા કાચબાના શરીરની રચના એવા પ્રકારની હોય છે, જેને જોખમનોે અંદાજો આવતા પોતાના કવચ કે ઢાલમાં સુરક્ષા માટે છુપાઈ જાય છે. હવે તેઓ પોતાને બચાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે.

એવામાં જો કાચબાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી પગલાં ન લેવામાં આવ્યાં તો એ સમય દૂર નથી જ્યારે કરોડો વર્ષોથી ધરતી પર વસતા કાચબા જલદી ગાયબ થઈ જશે.

આ પણ વાંચો…વિશેષ પ્લસ: સેલ્ફ હેલ્પ દ્વારા મેન્ટલ હેલ્થના ચક્રમાંથી મેળવો મુક્તિ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button