ઉત્સવ

ફોકસ: સ્વાદની દુનિયામાં કઈ રીતે મહારાજા બન્યા બટાકા?

-લોકમિત્ર ગૌતમ

જો આજે દુનિયાના કોઇ પણ ખૂણામાં જમવાની થાળીમાં કોઇ એક શાકને જોવું હોય તો તે નિશ્ચિત રીતે બટાકા હશે. વાસ્તવમાં બટાકા સ્વાદની દુનિયાનો મહારાજા છે. એમાં ફ્રેન્ચ ફ્રાઇઝ હોય કે પછી મસાલેદાર ચાટ હોય, કે પછી બંગાળની બટાકા પોસ્ત હોય, કે પછી ઉત્તર ભારતના પ્રખ્યાત આલૂ દમ હોય, રશિયાની ઓલિવેયર સલાડ હોય કે પછી આફ્રિકાના એમ્સ સાથે બનેલી ડીશ હોય, બટાકા તમામ જગ્યાએ સુપર છે. બટાકા તમામ જગ્યાએ હોય છે, દરેક સ્વરૂપમાં હાજર હોય છે. દુનિયાનો કોઇ એવો વિસ્તાર નહીં હોય જે વિસ્તારમાં કોઇ ખાસ સ્વાદમાં બટાકાની હાજરી નહીં હોય. સવાલ એ છે કે જમીનની નીચે ઉગતું આ સાધારણ કંદમૂળ ખાવાની દુનિયામાં ટોપ પર કેવી રીતે પહોંચ્યુ? આખરે શું કારણ છે જેણે બટાકાને વૈશ્વિક ભોજનની સંસ્કૃતિનો તારો બનાવી દીધો.

બટાકાનો જન્મ

આજથી લગભગ 7000 વર્ષ અગાઉ બટાકા આજના પેરૂ અને બોલિવિયાના એન્ડીઝ પર્વતો પર પ્રથમવાર મળી આવ્યા હતા. સૌ પ્રથમ ત્યાંના સ્થાનિક આદિવાસીઓએ જંગલી બટાકાની પ્રજાતિઓ શોધી હતી. તેને ખાવાની ચીજ બનાવવાનું જોખમ ઉઠાવ્યું હતું. આ રીતે લગભગ 7000 વર્ષ અગાઉ એન્ડીઝ પર્વતના આદિવાસીઓએ આપણા માટે બટાકાની શોધ કરી અને તેનો સ્વાદ અને સ્વાદના વિવિધ પ્રકારોની ઓળખ કરાવી હતી. આ એટલા માટે રાતોરાત લોકપ્રિય થઇ ગયા કારણ કે બટાકા એક એવો પાક છે જે બરફના પર્વતોથી લઇને ઓછો વરસાદ હોય તેવા વિસ્તારોમાં પણ સરળતાથી ઉગી જાય છે. સૌથી મોટી વાત એ હતી કે તેનું ઉત્પાદન પણ સારું થઇ રહ્યું હતું અને તે સરળતાથી લોકોનું પેટ ભરવાનું માધ્યમ બની ગયું. એટલા માટે બટાકા પોતાની શોધના થોડા સમયમાં રાતોરાત પહેલા સ્થાનિક લોકો વચ્ચે અને બાદમાં જ્યાં પણ ગયા જોત જોતામાં છવાઇ ગયા હતા. દક્ષિણ અમેરિકાના આદિવાસીઓએ ફક્ત બટાકાને ખાવાની ચીજવસ્તુ બનાવવાનું જોખમ લીધું હતું તેમાં સ્વાદની શોધ કરી પરંતુ તેને સુરક્ષિત રાખવાની કળા પણ વિકસિત કરી હતી. તેમાં બટાકાને સુકવીને ગમે ત્યારે ઉપયોગ કરવા લાયક બનાવવામાં આવ્યા હતા.

બટાકાની વિશ્વ યાત્રા

એકવાર જ્યારે બટાકા સ્થાનિક સ્તર પર લોકપ્રિય થતા તો તેનો વૈશ્વિક વિસ્તાર શરૂ થયો હતો. 15મી સદીમાં સ્પેનિશ ઉપનિવેશવાદી જ્યારે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા તો તેઓ અહીંથી ફક્ત સોનું અને ચાંદી જ લૂંટીને પોતાની સાથે નહોતા લઇ ગયા, પરંતુ પાણીના જહાજોમાં બટાકા લઇને આવ્યા હતા અને આ રીતે દક્ષિણ અમેરિકા બાદ યુરોપમાં બટાકાના વૈશ્વિક સફરની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં યુરોપિયન ખેડૂતોને બટાકાની ખેતી થોડી શંકાસ્પદ લાગી હતી કારણ કે તે જમીનની નીચે થતી હતી. લોકોએ વિચાર્યું કે ક્યાંક આ કોઇ શેતાની કાવતરું તો નથી ને પરંતુ એકવાર જ્યારે યુરોપના લોકોને બટાકાના સ્વાદનો ચસકો લાગ્યો તો બટાકાની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધવા લાગી. એટલું જ નહીં બટાકા યુરોપના અનેક દેશોના ખાદ્ય સંસાધનોનો મુખ્ય આધાર બની ગયા.

બટાકાનો વિશ્વ વિજય

18મી, 19મી સદીમાં બટાકાએ દુનિયામાં રહેલા તમામ પ્રકારના શાકભાજી અને ખાવાની ચીજવસ્તુઓ પર એક તરફી વિજય હાંસલ કરી લીધો હતો અને આ રીતે બટાકાના વિશ્વ વિજય અભિયાનની શરૂઆત થઇ હતી. તે દિવસોમાં યુરોપના અનેક દેશો, આયરલેન્ડમાં વસ્તી વિસ્ફોટ થયો અને આ વસ્તીનું પેટ ભરવાનું કામ બટાકાએ કર્યું હતું. રશિયા, જર્મની અને ફ્રાન્સમાં વ્યાપક પ્રમાણમાં જે સૈન્ય શક્તિ બની તેના મૂળમાં પણ બટાકાની ક્રાંતિ જ હતી કારણ કે સૈનિકોના ભોજનના રૂપમાં બટાકા સરળ અને સસ્તા લાગ્યા, પરંતુ તેમાં પોષણની ક્ષમતા પણ ખૂબ હતી. આફ્રિકા અને એશિયામાં તે જ સમયની યુરોપિયન તાકાતોએ બટાકાને પહોંચાડ્યા હતા. અને તમામ સ્થળોમાં બટાકાએ એવો જ ધમાકેદાર વિજય હાંસલ કર્યો હતો. જેવો યુરોપ અને લેટિન અમેરિકામાં મેળવ્યો હતો. પરંતુ 1845ની આસપાસ બટાકાની ખેતીમાં ફંફૂદી નામની બીમારી ફેલાઇ હતી અને આ બીમારીના કારણે લાખો લોકો માર્યા ગયા હતા.. તેનાથી બટાકા પ્રત્યે લોકોની સજાગતા પણ વધી હતી.

જ્યાં સુધી ભારતમાં બટાકાની શરૂઆતની વાત છે તો 16મી સદીમાં પ્રથમવાર પોર્ટુગલના વેપારીઓ બટાકા સાથે ગોવા પહોંચ્યા હતા, પરંતુ બટાકાનો ભારતમાં વાસ્તવિક પ્રચાર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો હતો જ્યારે તેણે બટાકાની ખેતી માટે ખાસ પ્રકારના કેટલાક પર્વતોની પસંદગી કરી હતી જેમ કે શિમલા, નૈનીતાલ અને દાર્જિલિંગ. આ સ્થળોમાં બટાકાની ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શરૂઆતમાં જોકે ખેડૂતો બટાકાના ઉત્પાદનમાં વધુ રસ દાખવતા નહોતા પરંતુ જોતજોતામાં બટાકા ભારતીય ખેડૂતોની પસંદગીની ખેતી બની ગઇ હતી. આ સ્વાભાવિક હતું. કારણ કે બટાકા કોઇ પણ પ્રકારની ઋતુમાં ઉગાડવામાં આવે છે. બટાકા ઓછામાં ઓછા પાણી અને મહેનતથી ઉગાડી શકાય છે. આ એક સાથે ગરીબો અને અમીરો વચ્ચે પોતાના સ્વાદ અને બજાર કેન્દ્રોના કારણે લોકપ્રિય થઇ ગયા. ભારતમાં બટાકા લોકોને એટલી હદે પસંદ આવ્યા કે આજે ભારત બટાકાના ઉત્પાદનમાં ચીન પછી બીજા નંબર પર છે અને એકલા ભારતમાં જ બટાકાના 200થી વધુ પ્રકારના વ્યંજન લોકપ્રિય છે. દેશના અનેક રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, બિહાર અને પંજાબ બટાકાના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.

ફક્ત ઉત્પાદનના રૂપમાં જ નહીં ભોજનની સંસ્કૃતિમાં પણ બટાકાએ પોતાની લોકપ્રિયતાથી ભારતના તમામ વિસ્તારોમાં પોતાની બાદશાહત બનાવી છે. ઉત્તર ભારતમાં આલુના પરાઠા, દમ આલુના શાક, અને તમામ સામાન્ય લોકોના ઘરના રસોડામાં તેની હાજરી છે. ગુજરાતમાં બટાકાનો હાંડવો અને ફાફડા બનાવવામાં આવ્યા, મહારાષ્ટ્રમાં વિશ્વ પ્રસિદ્ધ વડાપાઉં બટાકાના ખભા પર જ ટક્યો છે. દક્ષિણ ભારતના જે મસાલા ઢોસાની બાદશાહત અડધાથી વધુ દુનિયા પર છે તેના કેન્દ્રમાં બટાકા જ છે. આ રીતે ભારતના તમામ વિસ્તારોમાં બટાકાએ પોતાની ખાસ ઓળખ બનાવીને અન્ય તમામ શાકભાજીને પાછળ છોડી દીધા છે. આજે બટાકા ફક્ત શાકભાજી કે પાક જ નહીં, પરંતુ બટાકાના ઉત્પાદનમાં ઘટાડો અથવા વધારો થવાથી બજાર પર થતી અસરોના કારણે તે રાજકીય મુદ્દો પણ બની જાય છે. જો બટાકા કોઇ પણ સમયે જરૂર કરતા વધુ મોંઘા થઇ જાય અને તે જ સમયે દેશમાં ચૂંટણી થઇ રહી હોય તો સંભવ છે કે સત્તાધારી રાજકીય પાર્ટી મોંઘા બટાકાના કારણે ચૂંટણી હારી જાય.

આપણ વાંચો:  મોર્નિંગ મ્યૂસિંગ : મીડિયાને યુદ્ધની પૂરી સચ્ચાઈ ખબર ન હોય, પણ જૂઠ ન કહેવાનું સાહસ તો હોવું જોઈએ

ભારત જ નહીં બટાકાએ પોતાના સ્વાદનું સામ્રાજ્ય દુનિયાના તમામ ખૂણામાં જમાવ્યું છે. અમેરિકામાં આ ફ્રેન્ચ ફ્રાઇઝ, વેટ પોટેટો અને મેશ પોટેટોના રૂપમાં લાખો ટન ઉપયોગમાં આવે છે. તો રશિયામાં રશિયાની ઓળખ બનેલી વોડકા બટાકામાંથી બનાવવામાં આવે છે. નેધરલેન્ડ અને જર્મની જેવા દેશોમાં બટાકા આધારિત નાસ્તાનો બિઝનેસ અબજો ટનમાં છે. બટાકાનું મહત્ત્વ ફક્ત ખાવાની થાળી અને જીભના સ્વાદ સુધી સીમિત નથી. આ વૈજ્ઞાનિક અધ્યયનનો વિષય છે. તેની જેનેટિકલી મોડિફાઇડ પાક અનેક પ્રકારની બીમારીઓનો સફાયો કરી રહી છે. નાસાએ બટાકાને એવો પાકના રૂપમાં પસંદ કર્યો છે જેને અવકાશમાં ઉગાડી શકાય છે અને ભારતના કૃષિ વૈજ્ઞાનિકોએ કુફરી નામની ડઝનેક હાર્ડ બટાકાની જાતો વિકસિત કરી છે. એટલું જ નહીં જે રીતે ગ્લોબલ વોમિંગના કારણે દુનિયાની પારંપરિક ખેતી પ્રભાવિત થઇ રહી છે. તેમાં પણ આવનારા દિવસોમાં બટાકાની બાદશાહત યથાવત રહેવાની સંભાવના છે. કારણ કે બટાકાને કોઇ પણ જળવાયુ અને પરિસ્થિતિમાં સારી રીતે વિકસિત કરી શકાય છે. એટલા માટે બટાકાને પરિસ્થિતિક પણ કહે છે. આ અનાજ અને ઘઉંની તુલનામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે. બટાકાના અનેક પ્રકારના ખાદ્ય ઉત્પાદનો તૈયાર થાય છે. જેમ કે ચિપ્સ, સ્ટાર્ચ, ફ્લેક્સ અને બાયોપ્લાસ્ટિક. એ રીતે જોઇએ તો બટાકા આજે ફક્ત એક શાકભાજી નથી પણ આ વિશ્વ ખાદ્ય સંસ્કૃતિના મહારાજા છે. જે દક્ષિણ અમેરિકાની આદિવાસી ઘાટીઓમાંથી શરૂ થઇને દુનિયાના તમામ ખૂણાઓમાં પોતાની બાદશાહત ફેલાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button